Print
Parent Category: પ્રત્યંચા
Category: શોભના ઝા
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

ગાંધીનગરથી નીકળી ઘરે આવી રહયા હતા ત્યાંજ મારી નજર ભગી ઉપર પડી. મે ગાડી ને ઊભી રાખવાનું કહી નીચે ઊતરી. ઓ ભગી! કેટલા બધા વષૅૈ મલી? કયાં હતી? તે પણ મને જોઇને ખૂશ થઇ ગઇ. અરે! શોભના તમે! કયાં છો! અને પછી તો અમે બંન્ને વાતોમાં ખોવાઇ ગયા.

હું અને ભગી સખીઓ, નિમૅળ પ્રેમ. આવો પ્રેમ મેં ફકત ભગી પાસેથીજ મેળવ્યો છે. મારી પર વષૅની ઉંમરમાં ફકત એક જ વ્યકિત મને એવી મળી કે જે દિલથી એક દમ ચોખ્ખું, શાંત પાણીમાં તળીયું દેખાય તેવું. આટલા વષૅે અમે મલ્યાતે એનું પણ દિલ ભરાઇ આવ્યું. મને ભગી જેટલી વ્હાલી હતી તેટલીજ હું ભગીને! કાંઇ મેળવવાની આશા નથી ત્યાંજ આ પ્રેમ પાંગરતો હોય છે.ભગીના પિતાનું સ્કૂટર અકસ્માતમાં મૃત્યુ થયું. બીજી બે બહેનો અને એક ભાઇ. ભગી સૌથી મોટી. દાદ દાદી હતાં પણ જુવાનજોધ દિકરાના અકાળે અવસાને તેમને પણ ભાંગી નાંખ્યા. બા બીચારી ચાર બાળકોના ઉછેરમાં ખોવાઇ ગઇ. કાકા કાકી અને તેમનો વસ્તાર. બાર તેર માણસોનું કુટુંબ, ભગીની બા સવાર બપોર ને રાત રસોડામાં વિતાવા લાગી.

કાકાના હાથમાં વહીવટ આવ્યો અને કાકી શેર થઇ ગઇ. બા બિચારી કાંઇના બોલે. ભગી બધુ જોયા કરે , પણ એ બીચારી લાચાર શું કરે?. આમ ને આમ વષોૅ નીકળી ગયા. ભગી એ નકિક કયુૅં કે લગ્ન કરવા નથી. સારુ ભણી ને સારી નોકરી મેળવી નાના ભાઇ બહેનોની સંભાળ લેવી. બાના બધા દુખોનો હિસાબ કરવો.

પણ એક દિવસ કાકા એ કહી દીધું કે કોલેજ માં ભણવાનું નથી. ઘરનું કામ કરો અને લગ્ન નાંખો, પણ ભગી એના વિચારોમાં મકકમ હતી. એને વળી એના દાદનો છૂપો સહકાર હતો. તે ભગી જયારે અમદાવાદમાં બીએસસી કરવા આવી ત્યારે મારી મિત્ર બની હતી. પછી તો તેણે બે વરસનો પેથપલોજીનો અભ્યાસ પણ કયોૅ અને પછી સરકારી નોકરી મળી તો તે ગાંધીનગર રહેવાલાગી. બાને પણ ગાંધીનગર બોલાવી લીધી, નાના ભાઇ બહેનો ગાંધીનગરની સ્કૂલ , કોલેજ મા દાખલ થઇ ને ભણવા લાગ્યા. ભગીને તેનું સ્વપ્ન સાકાર થયાનો સંતોષ હતો. બસે તે પછી બે પાંચ વાર મને મળી હશે તે છેક આજે મળી.

ભગીને મેં મારુ અમદાવાદનું સરનામુ આપ્યું. એક દિવસ ભગી અગાઉથી ફોન કરીને ઘરે મને મળવા આવી. હું ખુબ ખુશ થઇ. વષોૅ જુની વાતો કરી ને બહુજ આનંદ લૂંટયો. પણ વાતોથી પેટ થોડું ભરાય? મેં તેના માટે તેની ભાવતી વાનગી બનાવી હતી, મગસ. ગામડેથી ચોખ્ખા ઘીનો મગસ ભગી લાવતી તે અમે બહુ ખાતા. મેં ભગી ને એ યાદ કરાવ્યું. પણ ભગી સહેજ આછુ હસી ને બોલી, શોભના હવે હું મગસ નથી ખાતી. મેં કહયું કેમ? અરે તુ આવવાની હતી તેથી તારા માટેજ બનાવ્યો છે. ત્યારે તેણે કીધું મારે બાધા છે. અને તેની આંખમાં આંસુ આવી ગયા.

તેણે મને એક વાત કરી, કે એક વાર જયારે ગાંધીનગરથી દિવાળી કરવા ગામે ગયા તો ત્યાં ભગીએ કાકી ને કાકા સાથે વાત કરતા સાંભળી લીધા. કાકી એ કાકને કહયુંકે જુવો આ ચોખ્ખા ઘી નો મગસ બનાયો છે તો આ લોકો ગાંધીનગર પાછા જાય ત્યાર પછી આપણે ખાઇશું. અત્યારે કોઇ માંગતા નહી.

થોડિક વાર સુધી ભગીની આંખમાંથી આંસુ વહેતા રહયા પછી એ બોલી, મારી બાધા તો કાકી ના હાથનો મગસ ન ખાવાની હતી, શોભના તારો મગસ તો હું ખાઇશ.......ભગી...પ્રેમનું બીજું નામ....

શોભના ઝા
દસ માચૅ બેહજાર ચાર