આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
સાબરમતી નદી ના કિનારે ઊભો રહી હું વિચારી રહયો હતો કે સમય પણ આ નદીના પાણી ની જેમ વહી ગયો. સમજજ ના પડી! નદી કિનારે એક વૃધ્ધાશ્ર્રમ છે. તેમા હું રહું છું. મારી સાથે મારો બાળપણ નો મિત્ર મોતી પણ. આમતો અમે દસ પંદર જુદા જુદા વૃધ્ધાશ્ર્રમાં રહયા, પણ હવે અમને અહીંયા ફાવી ગયું છે. વાતાવરણ શુધ્ધ શાંત છે, બસ પંચાણુ વરસે શું જોઇયે. બે સમય સાદો અને ગરમ ખોરાક. જે શરીરને અનૂકુળ હોય. અહીં તે વ્યવસ્થિત મળે છે.
હું અને મોતી વાત્રક ના કિનારે આવેલ મહિસા નામના ગામમાં રહીયે. મારા બાપા મગનભાઇ. તેમને લોકો મગનકાકા ના નામથી ઓળખે. અને મારી બા શારદા. એક દમ ગાય જેવી. અમારા જમાનામાં પપ્પા મમ્મી ના કહેતા. બા અને બાપા. મગનકાકા ઘરની બહાર નીકળે એટલે તોફાન કરતા છોકરાઓ શાંત થઇ ને રમે. અને વહુ દિકરી ઓ ની તો હિંમત જ નહીં કે મારા બાપાની આડે ઉતરે. જો સંધ્યાકાળે કોઇની દિકરી ફળીયામા હોય તો તો આવીજ બને. એવી આંખ કાઢે કે સીધી ઘરમા ઘૂસી જાય. મગનકાકા ગામમાં કડક કાકા તરી કે ઓળખાય. મારી બા એકદમ શાંત. તે ભલી અને તેનું કામ.
હું મારા બાપા નો એકજ દિકરો. ભણવામાં હોંશીયાર. તેથી બાપા ઇચ્છે કે હું બેરીસ્ટર બનું. પૈસે ટકે સુખી તેથી મને ભણાવવાના પૈસાની ચિંતા નહી. અને હું પણ વિલાયત જઇ બેરિસ્ટર બનવા માંગતો હતો. પણ એક દિવસે સુભાષચંદ્ર બોઝ ની હાકલ થઇ ચલો દિલ્હી , તમે મને લોહી આપો , હું તમને આઝાદી અપાવીશ , બસ મનમાં નકિક કયુંૅ કે દેશ માટે ફના થવું. પરણવું નહી અને દેશ ને આઝાદ કરવો. તે માટે ઘરબાર છોડવા.
રાત્રે હું અને મોતી ભેગા થયા. ને નિણૅય પાકો કરી, બા બાપને સુતા મૂકી હું અને મોતી ઘર છોડી ને અમદાવાદ આવ્યા. ત્યાંથી સરદાર બચ્ચન સિંગ ની આગેવાની સાથે દિલ્હી ગયા. ત્યાંથી ટુકડી ઓ પાડયા પ્રમાણે રંગુન ગયા અને આઝાદ હિંદ ફોજ મા જોડાઇ ગયા. રંગુન માં તાલીમ લીધી. આમા વષોૅ કયાં વહી ગયા તે ખબર ના પડી. ફોજ છોડી અને પછી ગાંધીજીના વિચારો ને અપનાવી આઝાદી ના છેલ્લા વષોૅ માં લોકહીતોના કાયૅ માં જોડાઇ ગયા.
બા, બાપાનો એકનો એક લાડકવાયો , કેટલીયે બાધા રાખ્યા પછી મારો જન્મ થયેલ. નામ મારું મોહન, બા કૃષ્ણ ભકિત કરે, તેથી મોહન નામ રાખેલ. પણ તેમનો લાડકવાયો ચાલ્યો ગયો દેશની સેવામાં. તેથી બા બહુ જીવી નહીં. અને બાપા પણ બા ના ગયા પછી ઝાઝુ જીવ્યા નહીં. ગામમાં જેટલા મોંઢા તેટલી વાતો કરતા. કોઇ કહેતુ કે મોહન રંગુનમાં લગ્ન કરી બે દિકરાનો બાપ બની ગયો છે. કોઇ કહેતુ કે લડાઇ મા દેવ થઇ ગયો છે. બા બાપા જાત જાત ની વાતો સાંભળી દુખી થયા હશે. કોણ જાણે તેમના પર શી વિતી હશે?
આઝાદી મલ્યા પછી ઘણા વષેૅ હું અને મોતી ગામમાં આવ્યા , પણ જાત જાત ની વાતો સાંભળી અમે દુખી થયા અને પાછું ગામ છોડયું. ગાંધીજી ના રંગે રંગાયેલા તેથી કોઇ નાના ગામમાં રહી ગા્રમો ઉઘ્યોગના કામમાં લાગી ગયા. ઘણા ધકકા ખાધા પછી સરકારનું આઝાદી ને લડવૈયાને મળતુ પેન્શન મળે છે તેમાથી આજે વૃધ્ધાશ્રમમાં રહીયે છીયે. આઝાદીની લડતમાં જઇને અમે શું મેળવ્યું તે ખબર નથી પણ બાએ તેનો લાડકવાયો ગુમાવ્યો , બાને દુખી કરવાનું દુખ આજે મને પંચાણુ વષેૅ પણ દુખી કરે છે. બાપા પણ દુખી થયા હશે, પણ મરદ માણસ, આંખમાં આંસુ ના આવવાદે તેવા , કદાચ એકલા પડતા હશે ત્યારે મારો મોહન ચાલ્યો ગયો તેમ કહી બે અંાસુ પાડયા હશે. પણ દેશ માટે લાડકવાયાઓ નહી જાય તો બીજા જે શાંતિથી રાત્રે સુવે છે તેમનું શું? આજે સરહદ ઉપર જનાર સિપાઇ પણ કોઇનો લાડકવાયો જ છે ને.....
શોભના ઝા
દસ માચૅ બેહજાર ચાર
-
કવિ કાલીદાસ.Zazi.com © 2009 . All right reserved |
Comments
આવા શહીદો ને અને લડવૈયા ઓ ને સો સલામ