આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
આપણા હિંદુ સમાજમાં ઘણાખરા પરિવારો એમ માને છે કે ઘરમાં ‘મહાભારત’નો ગ્રંથ રાખીયે તો ઘરમાં મહાભારત સર્જાય છે..!..શા માટે આ માન્યતા ઘર કરી ગઇ છે..?આનું કારણ શોધવા બેસીયે તો છેડાઓ છેટ હાલના અફઘાનીસ્તાનના કાંધાર અને તે સમયનું ગાંધાર સુધી પહોંચે છે.
માતા સત્યવતીને કુરુવંસના યુવરાજની લાલશા જાગી હતી.ભીષ્મની પ્રતિજ્ઞાને લીધે સત્યવતી લાચાર હતાં.અતિસય કામવૃતિને કારણે યુવરાજ વિચિત્રવિર્ય નપુંશક બની ગયો હતો.તેને કોઇ રાજા કન્યા આપવા તૈયાર નહોતા.દેવવ્રત ભીષ્મ કાશીનરેશના સ્વયંમવરમાંથી ત્રણ કન્યાઓને એકીસાથે અપહરણ કરી લાવે છે.યુવરાજ વિચિત્રવિર્ય બાળક પેદા કરવાં અસમર્થ હોવાથી અપહરણ કરી લાવેલી ત્રણ પૈકીની બે કન્યા અંબીકા અને અંબાલીકા સાથે મુની દ્રેપાયન સાથે નિયોગ કરે છે.(નિયોગ એટલે પતિ સિવાય અન્ય પુરુષ સાથે સમાગમ કરી અને બાળકો પેદા કરવા).
આ નિયોગના કારણે અંબીકાના કુખે જન્મથી અંધ એવા ધૃતરાષ્ટ્રનો જન્મ થાય છે.જ્યારે અંબાલીકાની કુખે જન્મથી રોગીષ્ટ અને નિર્બળ એવા પાંડુનિ જન્મ થાય છે.
આ બંને યુવરાજો પુખ્ત થતા અંધ એવા ધૃતરાષ્ટ્ર શારીરિક રીતે સક્ષમ અને બાહુબળ ધરાવતો યુવાન બને છે અને જન્મથી દુર્બળ એવા પાંડુ સામાન્ય હતા.
બંને યુવરાજો પુખ્ત થતાં દાદી સત્યવતી બંને યુવરાજો માટે કન્યા શોધવાની તૈયારી આદરે છે.દાદી સત્યવતી વિચારે છે કે જો બંને યુવરાજો પરણીને કુરુવંશનો વેલો આગળ વધારે તો કુરુવંશ ઉપર લાગેલી’નિયોગ’ની ભયાનકતા દુર કરી શકાય.
એક દીવસ કુરુવંશના રાજપૂરોહિત કૃપાચાર્યને બોલાવીને સત્યવતી કહે છે કે.”આચાર્યશ્રી આં બને યુવરાજો માટે હવે કન્યા શોધવાની જવાબદારી આપના શીરે રહેશે.”
ત્યારે આચાર્ય જવાબ આપે છે,”જન્મથી અંધ એવા ધૃતરાષ્ટ્રને કોણ કન્યા આપશે..?”
તો સત્યવતી કહે છે,”તો પાંડુ માટે કન્યા શોધી આપો…!”
આચાર્ય જવાબ આપતા કહે છે,”રાજમાતા ! આપ તો જાણો છો કે પાંડુ પણ વિચિત્રવિર્યનાં માર્ગે છે.તે વ્યભિચારી બની ગયો છે.તે રોગથી પીડાય રહ્યો છે.આ રોગને કારણે તે પણ પુરુષાતન ગુમાવી બેઠો છે.”
કૃપાચાર્યની વાત સાંભળીને સત્યવતી ગુસ્સે થઇને કહે છે,”જાવ આચાર્ય ! રાજા કુંતીભોજની કન્યા છે અને તેના માટે માંગુ નાખો..!
ત્યારે આચાર્ય જવાબ આપે છે,”રાજમાતા ! ક્ષમા ચાહુ છુ ! એ કન્યા કુંતીભોજની નથી.તે એક યાદવ કન્યા છે અર્થાત એ વૃષીણકન્યા છે અને એનું નામ પૃથા છે..અને મહત્વની વાત એ છે કે એ કન્યા કુવાંરી છે છતાં સગર્ભા છે.”
એ વખતે કુંતિના પેટમાં કર્ણનો ઉદર વિકસી રહ્યો હતો.એક એકથી ચડીયાતા અનેક અવનવા અને ના સમજી શકાય એવા કિસ્સાઓ અને આધુનિક જમાનામાં જે વસ્તુઓ શકય નથી તેનો ઉલ્લેખ મહાભારતમાં જોવા મળે છે..
આ સાંભળીને સત્યવતી ખિન્ન બની જાય છે અને આચાર્યને કહે છે,”આ વાત તમારા જીવનના છેલ્લા શ્વાસ સુધી ગોપીત રાખશો અને રાજા કુંતીભોજને મળીને એ કન્યાનું સગપણ પાંડુ સાથે નક્કી કરો.”
સત્યવતીની આજ્ઞાનું પાલન કરવા આચાર્ય કૃપાચાર્ય રાજા કુંતીભિજ પાસે જાય છે.કુંતીભોજને મળવા જતાં પહેલા દેવવ્રત ભીષ્મને મળવા જાય છે અને કહે છે કે,”તે જે રીતે અંબા અને અંબાલીકાનું અપહરણ કરીને વિચિત્રવિર્યને વરાવીને જે પાપ કર્યુ હતું તેવુ જ કાર્ય હું આજે કરવા જઇ રહ્યો છું..અને આજથી હું તને દેવવ્રત નહીં કહું હવે થી હું તને ભીષ્મ કહીને બોલાવીશ…આ રીતે પાપ ઉપર પાપ કરીને આપણે કુરુવંશનું કલ્યાણ નહીં કરી શકીયે…”
ત્યારે ભીષ્મ જવાબ આપતા કહે છે,”શુભ-અશુભ,કલ્યાણ-અકલ્યાણ,પાપ-પુણ્ય એ બધું દેવાધીન છે.”…ભીષ્મનો આવો મોઘમ જવાન સાંભળીને કૃપાચાર્ય ભીષ્મને કહે છે અને તેમા ચેતવણીનો સુર ઉમેરે છે,”ભીષ્મ..કુરુવંશ હવે ઝડપથી સમાપ્ત થવાના માર્ગે છે..”
રાજા કુંતિભોજની કન્યા પૃથા એટલે કુંતિનું સગપણ રોગીષ્ટ પાંડુ સાથે નક્કી કર્યા પછી અંધ ધૃતરાષ્ટ્ર માટે કન્યાની શોધખોળ શરૂ થાય છે..ધૃતરાષ્ટ્ર માટે ગાંધારના શકુનીની બહેન ચારું ઍટલે ગાંધારીની વાત આવતા કૃપાચાર્ય અને ભીષ્મ ગાંધાર જવાનું નક્કી કરે છે.
તે પછી ભીષ્મ અને કૃપાચાર્ય બંને સાથે ગાંધાર જવા નીકળે છે.
આજે જે રીતે કાંધાર અફધાનીસ્તાનની પરિસ્થિતી છે એવી જ પરિસ્થિતી આપણા પુરાણોમાં જોવા મળતી આવે છે…અને એ સમયે એશીયાના અર્ધાભાગમાં હિંદુઓના શાસનનો પરચમ લહેરતો હતો.
પુરાણૉમાં લખ્યુ છે કે-ગાંધારના યોધ્ધાઓ પડછંડ,ઉંચા અને અત્યંત વિકરાળ હતાં.લડાઇમાં શત્રુઓને જનોઇવાઢ કાપી નાંખનારા ! સ્વભાવનાં અત્યંત ઘાતકી !દયાહીન અને દગાબાજ !ધ્રુત અને પાસા ફેંકવામાં પારંગત !
ત્યાં ધ્રુતક્રિડા ઉત્સવ સમાન ગણાતી.ત્યા નારીઓની કંઇ જ કિંમત નહોતી.કન્યાઓનો કાયદેશર વિક્રય થતો.પુત્રી,પત્ની કે બહેનને કાયદેસર દાવમાં લગાડી શકાતી હતી.તે સમયે બાકીના ભારતવર્ષમાં દાસી પ્રથા હતી પણ આર્યવંશમાં કન્યાઓને દાવ પર લગાડી શકાતી
નહીં..સિવાય કે એક અપવાદ દ્રૌપદી….!!અને એ પણ ગાંધારના શકુનીને
કારણે…!
બીજો એક ઉલ્લ્લેખ છે.ગાંધાર અને સીંધૂપ્રદેશની આસપાસ વેદોનું મહત્વ ઘટી ગતું હતું.વેદવિધ્યાનાણ જ્ઞાન આપતા ઋષીઓના આશ્રમો પણ ત્યાં નહોતાં.ત્યા કૃષી નહોતી.દુર્ગમ પહાડી વિસ્તાર હતો.નદીઓ થોડી હતી તે પણ સુકાયેલી હતી.ફળૉના બગીચા નહોતા …ત્યાં દિવ્ય ઔષધીના વૃક્ષો હતાં.
સામાજીક બંધનો,ધર્મની ઉપેક્ષા અને અભાવને લીધે આ પ્રદેશની હાલત આવી બની ગઇ હતી….જે એક સમયે તાલીબાનોએ કરી નાંખી હતી અહીંથી જ શરૂ થાય છે મહાભારતની શરૂઆત.કાવાદાવા,કપટ,કુટીલનીતિ,નો અંઠગ ખેલાડી શકુની પોતાની બહેન ગાંધારી સાથે હસ્તિનાપુર આવે છે.
હસ્તિનાપુરમાં ભીષ્મ,કૃપાચાર્ય અને કુરુવંશીઓ શકુનીનું ભવ્ય સ્વાગત કરે છે.રોજ રાત્રે મધપાન,ભાવતા ભોજનો અને ધૃતક્રિડા.આવું સતત સાત દિવસ સુધી ચાલે છે.
શકુની મહાચતૂર હતો.તેને પોતાની બહેન ગાંધારીને ભીષ્મને વેંચી નાંખી હતી.ભીષ્મ પાસેથી અઢળક સોનુ એના બદલામાં લીધું હતું,અને પોતે પોતાની બહેન સાથે હસ્તિનાપુર આવશે એવા વચનથી ભીષ્મ સાથે બંધાય ગયો હતો.આ વાતની ગાંધારીને ખબર નહોતી.ગાંધારીનું સાચુ નામ ચારૂ હતું.જ્યારે આ વાતની ગાંધારીને ખબર પડે છે
ત્યારે ગાંધારી અંદર ખળભળી ઉઠે છે…ચિત્કારી ઉઠે છે…કોપાયમાન થાય છે…અને એક સકલ્પ કરે છે…!
“આજથી મને કોઇ ‘ચારૂ’કહીને કોઇ બોલાવશે નહી..ક્રોષ્દુએ ગાંધારમાંથી એક કન્યા વર્ષો પહેલા ખરીદી હતી એને ઇતિહાસે ‘ગાંધારી’નામ આપ્યુ હતું,એટલે તે જ રીતે હું પણ ‘ગાંધારી’તરીકે ઓળખાઇશ.”
તેની સખી દામિની પાસેથી શ્યામ વસ્ત્રનો ટુકડો માંગે છે અને કહે છે,”દામિની ! એ વસ્ત્રનો ટુકડૉ મનૅ આપ,એ અંધ કુરુપુત્રનું મુખ મારે જોવું નથી.હવે મારે અંધારામાં ડુબી જવું છે…”
પછી આગળ ગાંધારી એક ટેક લે છે – “આજ સુધી મેં ખુલ્લી આંખે જોયુ નથી તે હું બંધ આંખે જોઇ રહી છું..ભીષ્મના આ અધાર્મિક અને પાપી કૃત્યનું હું વેર લઇશ,આ કૃત્યને હું કદી ભુલીશ નહીં…આ દંભી લોકોના દંભનાં,તેમની કીર્તિના,તેમના પ્રતાપના હું ચીથરે ચીથરા કરી નાંખીશ..”
ગાંધારીનો રથ જ્યારે હસ્તિનાપુર પહોંચે છે ત્યારે શકુની ગાંધારીને રથમાંથી ઉતરવા માટે કહે છે ત્યારે ગાંધારી કહે છે,”મને ભીષ્મ રથમાંથી ઉતરવાનું કહેશે તો જ હું રથમાંથી નીચે ઉતરીશ.”
ભીષ્મ આવીને ગાંધારીનું સ્વાગત કરે છે અને કુરુવંશની કુળવધું તરીકે ગાંધારીને રથની નીચે ઉતરવાનું કહે છે.ત્યારે ગાંધારી ભીષ્મને કટાક્ષમાં કહે છે,”ગાંધારમાંથી સુવર્ણથી ખરીદાતી પ્રત્યેક કન્યાને ગાંધારી કહેવાય છે…”
મહાભારત સદીનોનું સૌવથી મહાકાવ્ય..ફિલ્મોની જેમ સતત જકડી રાખતી કશ્મકશ..ભાષા અને ડાયલોગની જોરદાર પ્રવાહિતા..એકથી એક ચડીયાતા પાત્રો.આજની આધુનિકતાને આંટી મારે એવા જોરદાર પ્રંસગો…..એટલે મહાભારત..
ધૃતરાષ્ટ્ર સાથે લગ્નવિધિ સમાપ્ત થયા પછી તુંરત જ ગાંધારી એના દેવર પાંડુને કહે છે,”મારે કુરુવંશનો ઇતિહાસ જાણવો છે.”
ગાંધારી અને ધૃતરાષ્ટ્ર શયનખંડમાં પ્રવેસે છે.ધૃતરાષ્ટ્ર ગાંધારીને કહે છે,”તું શકય હોય એટલી ઝડપથી ગર્ભધારણ કરે એવી મારી ઇચ્છા છે,તું પુત્રનો જન્મ આપશે તો જ આપણો પુત્ર યુવરાજ બનશે.પાંડુ તો રોગીષ્ટ છે.તેનામાં સંતાન ઉતપન્ન કરી શકવાની શકિત નથી. ભીષ્મ પૃથા(કુંતિ)ને નિયોગથી ગર્ભ રહે એ કાર્ય ઝડપથી કરવાં માંગે છે.કારણકે ભીષ્મને પાંડુ પ્રત્યે વધું પ્રેમ છે.કુરુવંશમાં અનેક કાવાદાવા અને પાપાચાર થયા છે….”
પાંડુ અને કુંતિ કરતા પહેલા પુત્રને પ્રસવ આપવા ગાધારી અને ધૃતરાષ્ટ્ર બંને એક થાય છે અને શરૂ થાય છે……..મહાભારત….
ગાંધારીને ન તો ધૃતરાષ્ટ્ર સાથે લગાવ હતો કે ન તો કુરુવંશનો વધારો કરવામા ! તેને મનમાં એક જ ડંખ હતો એ હતો ..ભીષ્મ…
ગાંધારની ગુસ્સે ભરાયેલી કન્યા ચારુ એટલે કે ગાંધારી લગ્નની રાત્રે પ્રતિજ્ઞા લે છે કે…” પૃથા(કુંતિ) કરતાં મારે વહેલો ગર્ભ ધારણ કરવો છે.કુરુઓનો વંશ વધે કે ઘટે કે અથવા સમુળગો નાશ થાય તો ભલે થાય,મને એની કોઇ ચિંતા નથી.વહેલો પુત્ર જન્મ આપી ભીષ્મને લપડાક મારવી છે.બની બેઠેલા એ મહાબલી,મહાવિર,આંડબરી અને બ્રહ્મચારી ભીષ્મને પડછાટ આપવી છે.મને સોનાથી ખરીદી લેનાર,મને અંધ સાથે પરણાવનાર,મારા મનની અભિલાષાને કચડી નાંખનાર એ કુરુવંશના શિરોમણીને એવો ઝેરી ડંસ દેવો છે કે જેનાથી એ મરે પણ નહી અને મૃત્યુ સુધી તરફડ્યા કરે…”
ગાંધારીની આ જ પ્રતિજ્ઞાથી મહાભારતનાં અવનવા વળાંકો આવે છે.
ગાંધારી બીજી પ્રતિજ્ઞા લે છે અને ભીષ્મને મનોમન આહવાન આપે છે..”યાદ રાખજો દેવવ્રત ભીષ્મ ! તમે ભુલશો નહીં કે હું ગાંધારની કન્યા છું.જ્યાં જળ વિનાની ભૂમિ ઉપર ઝેરી નાગણીઓ વસે છે.તમે રાજનીતિના પ્રખર પંડીત છો.વિદુર રાજનીતિનો કીડૉ છે.તમને હું હું શીખવાડીશ કે રાજનીતિ એટલે શું….?”
લગ્નની પ્રથમ રાત્રે જ પ્રતિજ્ઞા ગાંધારીએ ત્યારે લીધી હતી જ્યારે એ ધૃતરાષ્ટ્ર સાથે સમાગમમાં રત હતી ત્યારે !
મનોમન ધુંધવાયેલી ગાંધારી રતિક્રિડા વખતે જ મનમાં વિચારોના ચકરાવે ચડી હતી -”રતિક્રિડાની આંનદની અવધી મને સ્પર્શી શકી નથી.શારીરિક પીડા સિવાય કશું જ નહીં..ધૃતરાટ્રની પ્રતિક્રિયા શું છે એ મને ખબર નથી..?..હું તો અંધ બની ગઇ છું..એનો ચહેરો જોઇ શકતી નથી..એક શબની જેમ શૈયા પર પડી છું..હું પુત્ર ઉતપન્ન કરવા કૃતનિચ્ય બની છું..મારા હોઠ ભીડાય ગયા..દાંત પીસતી હતી..મારી બાહુ ફેલાયેલી હતી..મારા પગ ફેલાયેલા હતા…”
આપણા ગુજરાતી લોકોમાં એક કહેવત છે કે – “પુત્રના લક્ષણ પારણામાંથી અને વહુંના લક્ષણ બારણામાથી….”
મારા મતે મહાભારત એક એવો ગ્રંથ છે જે દરેક હિંદુએ ફરજિયાત વાંચવો જોઇએ..ટેલિવિઝનમાં આવેલી મહાભારત સિરિયલ અને અસલ ગ્રંથમાં જમીન આસમાનનો ફર્ક છે..જિંદગીની દરેક ક્ષણોમાં આવતી મુસીબતોનો ક્ષણેક્ષણનો સાક્ષાત્કાર મહાભારતમાં સમાયેલો છે…ગ્રીક માયથોલોજીમાં આવતા પાત્રો કરતાં મહાભારતમાં આવતા પાત્રો અનેક રીતે ચડીયાતા છે…
આધુનિક ટેલિવિઝન સિરિયલો મહાભારતના કળયુગી અવતારો નથી તો બીજૂ શું છે..?
વિષકન્યાઓ,ગાંધારીઓ,કુંતિઓ,દ્રોપદીઓ,શકુનીઓ,દુર્યોધનો વગેરે આધુનિક યુગમાં આજુબાજુમાં જીવે જ છે..પણ લોકોમાં આ જોઇ શકવાની શકિત નથી.કારણકે આ કળયુગ છે..આંખો માણસની છે..જ્યારે માણસ કૃષ્ણની આંખે જગતને નીહાળશે તો આ બધુ નજરે પડશે….અસ્તુ…
–કોર્નર–
સ્ત્રી રસ્તામાં દેવદૂત હોવી જોઇએ.ચર્ચમાં સંત હોવી જોઇએ.બારીમાં ખૂબસૂરત હોવી જોઇએ અને પથારીમાં રાક્ષસી હોવી જોઇએ..(સ્પેનિશ કહેવત)
અપ્રિતમ સૌંદર્ય આગળ જ્યારે વૈરાગ્ય પરાભૂત થાય છે ત્યારે આત્મા સંકુચિત થાય છે અને વિશ્વ માંગલ્યને આઘાત પહોચે છે…(કાકાસાહેબ કાલેકર)
નરેશ કે.ડૉડીયા
-
જવાહરલાલ નહેરુZazi.com © 2009 . All right reserved |
Read more...