વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 210 guests and no members online

મદદ

 


 



રમુજ

તમારા પતિ તો તંદુરસ્ત હતા, એકાએક?

હા, એવું બન્યું કે અમે સૌ જમવા બેઠા હતા, ત્યાં અચાનક એને મરચાં યાદ આવ્યા. પાછળની વાડીમાં તે મરચાં તોડવા ગયા, ત્યાં તેને સર્પ કરડયો.

હેં પછી તમે શું કર્યુ?

મરચાં વિના ચલાવ્યું, બીજું શું થાય?

મહેન્દ્ર પોશિયા

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

“ શ્રધ્ધા , જરા અહી આવજે . “

“ આવી મમ્મી , ..” શબ્દો સાથે ગતિ કરતી એ નમણી વેલ ઘર ની પરસાળ  તરફ દોડી .

“ હાં.. બોલો મમ્મ્મી ..!”

“ જરા આટલા કપડા છત પર સુકાવી દે ને બેટા ..”

“ સારું .”

પગથીયા ની સંખ્યા છતી કરતો હોય તેમ , પગ ની દરેક થપાટ સાથે વેરાતો ઝાંઝરી નો ઝંકાર .કપડા સુકાવી રહેલી શ્રધ્ધા ની નજર , અચાનક જ સામેના મકાન ની ખુલ્લી બારી પર પડી . અધખુલ્લી હોવા છતાં , બારી પાછળ નો ચહેરો સાફ દ્રશ્માન થતો હતો . તત્પર . એ તત્પર હતો .શ્રધ્ધા ની સમેના જ ઘર માં તે કાકા-કાકી સાથે રહેતો . તેના માં-બાપ વતન માં રહેતા હતા અને પોતે અહી શહેર માં કોઈ મોલ માં નોકરી કરતો . છેલ્લા ઘણા સમય થી શ્રધ્ધા ની નજરે ચડતો આવેલો તત્પર , આજે પણ પકડાઈ ગયો . શ્રધ્ધા ની નજર તેની નજર સાથે મળતાજ , તત્પરે તુરંત બારી બંધ કરી દીધી . શ્રધ્ધાએ પણ નજરો વળી લીધી . હવે આ નજરો ને વાળવા માટે વધુ જોર કરવું પડતું હોવાનું શ્રધ્ધા એ અનુભવ્યું . છેલ્લા કેટલાક દિવસો થી તત્પર ના , શ્રધ્ધા પ્રત્યે બદલાયેલા વલણ થી જે કુતુહલ જન્મ્યું હતું , હવે તે આત્મીયતા માં બદલાતું હોય એવું લાગ્યું . મન માં ને મન માં જાટકો મારી ,શ્રધ્ધા એ વિચારો ના વાદળો વેર-વિખેર કરી નાખ્યા .

ઘર ના ચોક માં હિંડોળા પર બેઠેલી શ્રધ્ધા .  હિંડોળા ના હાલવા થી ,સ્થિર હવા માં રચાતી પવન ની સુરખીઓમા ,શ્રધ્ધા દ્વારા ગણગણાતા ગીત ના શબ્દો પણ લહેરાતા હતા . હાથ માં રહેલી નવલકથા માં ગીત તો લખેલું નહોતું , પણ લેખકે શબ્દો દ્વારા રચેલું ભાવ-વિશ્વ , શ્રધ્ધા ને ગણ ગણવા મજબુર કરતુ હતું . અચાનક , ગણ ગણાટ થંભ્યો . નવલકથા ના શબ્દો પર રમતી નઝર ,સામે ના ઘર ની પરસાળ માં ઉભેલા તત્પર પર પડી . આ વખતે નાં તો તત્પર ની નઝર ખસી , અને નાં તો શ્રધ્ધા ની . તત્પર ના ચહેરા પર રહેલી નિર્દોષતા ને મન ભરી ને જોવા માંગતી શ્રધ્ધા ની આંખો , પલકારો મારવા નું ભૂલી ગઈ . એજ હાલત તત્પર ની હતી . શરમ તો સ્ત્રી નું આભુષણ છે , અને આજે શરમ ની ગરમ વાયરી શ્રધ્ધા ના સમગ્ર ચહેરા પર લાલાશ પાથરી ગઈ . પાંપણો ઢળી ગઈ .

શ્રધ્ધાએ ચહેરો નવલકથા ના પાનાઓ માં પરોવ્યો , પણ એ પાનાઓ માં રહેલા અક્ષરો , ગોઠવાઈ ને તત્પરના ચહેરાની ભાત રચતા હતા . તત્પર માટે જન્મેલી કુણી લાગણીઓ , પ્રેમ નો ઘાટ લઇ રહી હતી . શ્રધ્ધા ની તત્પર પ્રત્યે ની તત્પરતા , હવે વિચારો બની ને દરેક પળે , તેણે તડપાવતી હતી . આ મુક પ્રેમ હતો . આંખો એ એકરાર કર્યો હતો , શબ્દો તો સુન-મુન હતા.

’ તું અને હું છીએ સામા કિનારા ને વચ્ચે આ વહેતું એ શું ..?
વાણી તો છે જાણે વૈશાખી વાદળા ને , મૌન કૈક કહેતું કે શું ..?’

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

સવાર સવાર માં જો કોઈ ને મળી ને તેની સાથે એકાદ કલાક પસાર કરવાનું બનતું હોય તો તે છે અખબાર , અને વળી તે પણ દરરોજ . ધીમે ધીમે છાપા ઓ માં , લુંટ  ચોરી , ખૂન , બળાત્કાર , અકસ્માત અને ઠગાઈ ના સમાચારો નું પ્રમાણ વધતું જ રહ્યું છે . આઈનસ્ટાઈન અત્યારે જીવિત હોત તો તેણે ફીઝીક્સ , અને બ્રહ્માંડ જેવા વિષયો ને થોડો સમય તડકે સુકાતા મુકીને , ગુનાખોરી અને કળિયુગ ના સમય વચ્ચેની સાપેક્ષતા ના સિદ્ધાંતો જરૂરથી શોધ્યા હોત . અલબત્ત એક સાપેક્ષતા ગુનાખોરી અને સામાજિક આધુનિકરણ વચ્ચે છે પણ ખરી . આધુનિકરણ માત્ર વિચારો નું નથી થયું . આદતો, ઇચ્છાઓ, સપનાઓનું પણ થયું છે . વાસ્તવ માં વૈચારિક આધુનીકરણે તો માત્ર પા પા  પગલીઓ જ ભરી છે .  એષણાઓ નું આધુનિકરણ અને તેણે પરિપૂર્ણ કરવાની ઘેલછાએ તો હરણફાળ ભરી છે .


પરાપૂર્વ થી ચાલ્યું આવે છે, કે જયારે તકલીફો ના ઉપાય માટે ના બધા રસ્તા બંધ થઇ જાય ,ત્યારે આધ્યાત્મ નો દરવાજો હંમેશા ખુલ્લો હોય છે . એક જનસામાન્ય માટે આધ્યાત્મ એટલે ...એક ડીવોશનલ પુસ્તક ,ભજન કીર્તન કે ધ્યાન , અથવા તો આધ્યાત્મિક ગુરુ નો સત્સંગ . પુસ્તક નામનું પ્રાણી તો જાણે લુપ્ત થતી પ્રજાતિ માં આવી ચુક્યું છે , છતાં થોડુ ઘણું જે અસ્તિત્વ વધ્યું છે તે આધ્યાત્મિક પુસ્તકો ના રૂપે છે . પરંતુ સડસડાટ ટેક્નલોજી ના આ દૌર મા ,પુસ્તક થોડું આઉટડેટેડ ગણવા લાગ્યું છે . ભજન કીર્તન કરવા માં વળી મોર્ડન ઈમેજ ને ઠેસ પહોચવાની ભીતિ છે . એકજ ઉપાય વધ્યો છે અને તે છે ‘આધ્યાત્મિક ગુરુ’ . બીજા શબ્દો માં કહીએ તો ‘બાબાઓ ‘ .

 

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries