Print
Parent Category: પ્રત્યંચા
Category: મહેન્દ્ર પોશિયા
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

“ શ્રધ્ધા , જરા અહી આવજે . “

“ આવી મમ્મી , ..” શબ્દો સાથે ગતિ કરતી એ નમણી વેલ ઘર ની પરસાળ  તરફ દોડી .

“ હાં.. બોલો મમ્મ્મી ..!”

“ જરા આટલા કપડા છત પર સુકાવી દે ને બેટા ..”

“ સારું .”

પગથીયા ની સંખ્યા છતી કરતો હોય તેમ , પગ ની દરેક થપાટ સાથે વેરાતો ઝાંઝરી નો ઝંકાર .કપડા સુકાવી રહેલી શ્રધ્ધા ની નજર , અચાનક જ સામેના મકાન ની ખુલ્લી બારી પર પડી . અધખુલ્લી હોવા છતાં , બારી પાછળ નો ચહેરો સાફ દ્રશ્માન થતો હતો . તત્પર . એ તત્પર હતો .શ્રધ્ધા ની સમેના જ ઘર માં તે કાકા-કાકી સાથે રહેતો . તેના માં-બાપ વતન માં રહેતા હતા અને પોતે અહી શહેર માં કોઈ મોલ માં નોકરી કરતો . છેલ્લા ઘણા સમય થી શ્રધ્ધા ની નજરે ચડતો આવેલો તત્પર , આજે પણ પકડાઈ ગયો . શ્રધ્ધા ની નજર તેની નજર સાથે મળતાજ , તત્પરે તુરંત બારી બંધ કરી દીધી . શ્રધ્ધાએ પણ નજરો વળી લીધી . હવે આ નજરો ને વાળવા માટે વધુ જોર કરવું પડતું હોવાનું શ્રધ્ધા એ અનુભવ્યું . છેલ્લા કેટલાક દિવસો થી તત્પર ના , શ્રધ્ધા પ્રત્યે બદલાયેલા વલણ થી જે કુતુહલ જન્મ્યું હતું , હવે તે આત્મીયતા માં બદલાતું હોય એવું લાગ્યું . મન માં ને મન માં જાટકો મારી ,શ્રધ્ધા એ વિચારો ના વાદળો વેર-વિખેર કરી નાખ્યા .

ઘર ના ચોક માં હિંડોળા પર બેઠેલી શ્રધ્ધા .  હિંડોળા ના હાલવા થી ,સ્થિર હવા માં રચાતી પવન ની સુરખીઓમા ,શ્રધ્ધા દ્વારા ગણગણાતા ગીત ના શબ્દો પણ લહેરાતા હતા . હાથ માં રહેલી નવલકથા માં ગીત તો લખેલું નહોતું , પણ લેખકે શબ્દો દ્વારા રચેલું ભાવ-વિશ્વ , શ્રધ્ધા ને ગણ ગણવા મજબુર કરતુ હતું . અચાનક , ગણ ગણાટ થંભ્યો . નવલકથા ના શબ્દો પર રમતી નઝર ,સામે ના ઘર ની પરસાળ માં ઉભેલા તત્પર પર પડી . આ વખતે નાં તો તત્પર ની નઝર ખસી , અને નાં તો શ્રધ્ધા ની . તત્પર ના ચહેરા પર રહેલી નિર્દોષતા ને મન ભરી ને જોવા માંગતી શ્રધ્ધા ની આંખો , પલકારો મારવા નું ભૂલી ગઈ . એજ હાલત તત્પર ની હતી . શરમ તો સ્ત્રી નું આભુષણ છે , અને આજે શરમ ની ગરમ વાયરી શ્રધ્ધા ના સમગ્ર ચહેરા પર લાલાશ પાથરી ગઈ . પાંપણો ઢળી ગઈ .

શ્રધ્ધાએ ચહેરો નવલકથા ના પાનાઓ માં પરોવ્યો , પણ એ પાનાઓ માં રહેલા અક્ષરો , ગોઠવાઈ ને તત્પરના ચહેરાની ભાત રચતા હતા . તત્પર માટે જન્મેલી કુણી લાગણીઓ , પ્રેમ નો ઘાટ લઇ રહી હતી . શ્રધ્ધા ની તત્પર પ્રત્યે ની તત્પરતા , હવે વિચારો બની ને દરેક પળે , તેણે તડપાવતી હતી . આ મુક પ્રેમ હતો . આંખો એ એકરાર કર્યો હતો , શબ્દો તો સુન-મુન હતા.

’ તું અને હું છીએ સામા કિનારા ને વચ્ચે આ વહેતું એ શું ..?
વાણી તો છે જાણે વૈશાખી વાદળા ને , મૌન કૈક કહેતું કે શું ..?’


લખનાર ની આ પંક્તિ અહી , સાર્થક થઇ રહી હતી .

(ટ્રીન...ટ્રીન..)

ઝરણા ની જેમ પથરાતી ... દોડતી , શ્રધ્ધા આવી. , ફોન ઉપાડ્યો .

“ હેલ્લો “

“ ..............”

“ હેલ્લો .. કોણ ? “

“............”

“ હેલ્લો ...ઓ... “ લગભગ ઘાંટો પડતા શ્રધ્ધા બોલી .

“ તત્પર “

“.......” હવે મૌન રહેવાનો વારો શ્રધ્ધાનો હતો .

“ હલ્લો ... શ્રધ્ધા , સંભાળે છે ને ...!?”

પહેલી વખત શ્રધ્ધા તત્પર સાથે વાત કરી રહી હતી . તેનો દરેક શબ્દ, શ્રધ્ધા ના કર્ણ થકી સમગ્ર શરીરમા સંચાર પામી , મીઠી કંપારી ફેલાવી રહ્યો હતો . તત્પર સાથે પ્રથમ વખત , અને તે પણ ફોન પર વાત કરી રહી હોવાથી, માનસ માં ફેલાયેલી રોમાંચકતા હૃદય માં પડી રહેલી લાગણીઓ ને શબ્દો નું સ્વરૂપ પામતા અટકાવતી હતી . તત્પર નાં શબ્દો ને જ ‘તત્પર ‘ સમજી , આલિંગન કરી રહેલી શ્રધ્ધા , મૌન હતી .

“ શ્રધ્ધા ... કૈંક બોલ તો ખરા .... , કે પછી હું ફોન મૂકી દઉં...?”

“ તમે ફોન કર્યો છે , તમે જ બોલો .”

“ કાકા ની ફોન ડાયરી માંથી તમારા ઘર નો લેન્ડલાઈન નંબર લીધો . ગઈ કાલે  બે વખત  ટ્રાય કર્યો હતો ,પણ બંને વખત તારા મામી એ ઉપાડ્યો .  મેં રોંગ નંબર માં ખપાવી દીધું.આજે પણ ઘણી ટ્રાય કરી પણ કોઈ ફોન ઉપાડતું જ નહતું “

“હું હમણાજ બહાર થી આવી.ઘરે કોઈ નહોતું એટલે......” થોડું અટકી. “બાય ધ વે,તું ક્યાં થી વાત કરે છે ‘?”

“ઓફીસ માં છું ,પણ તારી સાથે વાત કરવાની ઈચ્છા હતી એટલે .....”

“શાની વાત ....!કેવી વાત  વાત ....!”

તત્પર ના દિલ ની વાત સાંભળ્યા પછી હૃદય માં ઉમટી આવનાર રોમાંચકતાના તોફાન માટે શ્રધ્ધાએ પોતાની જાતને સજ્જ કરી.

“શ્રધ્ધા ,.....આપણે એકબીજાને દરરોજ જોઈએ છીએ ,કદાચ પસંદ પણ કરીએ છીએ ,શું આ પ્રેમ નથી?શ્રધ્ધા ,શું તને પણ મને અવિરત જોતા રહેવાની,સતત મારા સહવાસ માં રહેવાની ઇચ્છા નથી થતી ?”
“..........”

શ્રધ્ધા કાંઈજ બોલી શકે તેમ ન્હોતી .

“શ્રધ્ધા , કઈક તો બોલ ..”

“ તત્પર , હું કાંઈજકહી શકતી નથી . પણ , હા .તું મને ગમે છે. સતત તારા વિચારો આવ્યા કરે છે . જો આ જ પ્રેમ હોય તો હા , હું તને ચાહું છું .  આઈ લવ યુ .... આઈ લવ યુ ...”
ખુશી ના આવેશ માં શ્રધ્ધા એક ને એક શબ્દ બોલે જતી હતી . પરંતુ ત્યાજ ધ્રાસકો પડ્યો . તેના આ શબ્દો ને સંભાળતા તેના પપ્પા પ્રમોદરાય દરવાજા પર ઉભા હતા . આવક બનેલી શ્રધ્ધા ,કાષ્ઠ ની મૂર્તિ ની જેમ ઉભી હતી . તેની નજરો કૈક ખોટું કર્યા ના ભાવ થી ઢળી ગઈ . 

પ્રમોદરાય નજીક આવ્યા , શ્રધ્ધા ના હાથમાંથી રીસીવર લીધું .

“ શ્રધ્ધા , શ્રધ્ધા , કૈક બોલ તો ખરા .... આઈ લવ યુ ટુ...” સમા છેડેથી તત્પર ની અધીરાઈ વરસતી હતી .

પ્રમોદરાય ના ચહેરાપર ગુસ્સો અને ગમગીની બંને ભાવ અલપ-ઝલપ થતા હતા .

“ સંભાળ એ છોકરા , બકવાદ બંધ કર . તું કોણ છે એ હું નથી જાણતો અને મને જાણવામાં રસ પણ નથી . પોકળ ધમકી ઓ આપવા માં હું માનતો નથી .પણ , હવે પછી તું અહી ક્યારેય ફોન ન કરે એ તારા અને તારી આ શ્રધ્ધા ના હિત માં છે . “

બે દિવસ વીતી ગયા . શ્રધ્ધા આગળ શું થશે ,તેના વિચારો માં ઘમરોળાઈ  રહી હતી . છેલ્લા બે દિવસ માં એ ભાગ્યે જ કઈ બોલી હતી . તેના મુખ પર માત્ર અને માત્ર મૌન હતું . વિષાદે વિચારો ને કેદ કરી લીધા હતા . એ અંતર્મુખી બનતી જતી હતી . ઘર ના કોઈ પણ સભ્ય સાથે નજરો મેળવવાનું શક્ય બનતું નહોતું . ઘરના ચોકમાં જવાનું તેણે બંધ કર્યું હતું , હિંડોળા ની આસપાસ હવા થીજી ગઈ હતી . પરંતુ છત પર કપડા સુકાવવા જતી વખતે તે , નજરો ને સામે ના ઘર ની બારી તરફ જતી રોકી શકતી નહોતી . એ પ્રેમ નો આવેગ હતો જેના પર મગજ નો કોઈ કાબુ નહોતો . તત્પર પણ ત્યાં દેખાતો નહિ , અને આ ગેરહાજરી શ્રધ્ધા ને તેની તરફ ખેંચી રાખતી .

બે દિવસ પહેલા બનેલી ઘટના , શ્રધ્ધા ને અસમંજસ ના દરિયા તરફ ઘસડતી જતી હતી . ‘તત્પર માટે ની મારી લાગણી ખોટી નથી . પ્રેમ એ કઈ ગુનો નથી , પણ મારા માં-બાપ એને ગુનો માને છે . તે લોકો જ મને રોકશે ... અટકાવશે ... પણ , તેમના સામાજિક મોભા ના સ્વાર્થ  સાથે કદાચ મારું પણ ભલું જોડાયેલું હોય ....આખરે એ માં-બાપ છે . એમનો પણ મારા પર પૂરો હક બને છે . પણ, તત્પર મને જોવા માટે બારી માં કેમ આવતો નહિ હોય ..!? ફોન કરનાર વ્યક્તિ તત્પર હતો એ પપ્પા ને ક્યાં ખબર છે ? એ ચોક માં આવે અને હું એને જોઈ લઉં , બસ એટલું જ મારા માટે અવલંબન બની રહેશે.... જીવવા માટેનું . એ પહેલા મને દરરોજ બારી ની આડશ માંથી જોતો હતો,પણ હવે ....? શા માટે ...? હવે શું ....? ક્યાં સુધી હું મારી જાત ને ઘર થી અલગ કરી , તત્પર તરફ ધકેલતી રહીશ ..?”

ડહોળાયેલ ભૂતકાળ , સ્તબ્ધ શૂન્ય વર્તમાન અને અનિશ્ચિત ભવિષ્ય ના વિચારો ,મોજા બનીને કિનારે ઉભેલી શ્રધ્ધા ને અફળાતા હતા .

દિવસ પર દિવસ વિતતા ગયા . તત્પર દેખાતો નથી , કારણ..? એ કારણ શ્રધ્ધા વિચારી શકતી નથી . જૂની છબી ને યાદ કરી દિવસ કાઢવો શ્રધ્ધા માટે મુશ્કેલ બનતો જાય છે . ક્ષિતિજ ને આંબવા મથતી હોવાનું તેણે અનુભવ્યું .
( ફોન રણકે છે )

શ્રધ્ધા ; “હેલો .”

“ તત્પર બોલું છું ..”

“ તત્પર....! , ક્યાં છે તું ..? તારા વગર ની શ્રધ્ધા નિર્જીવ બની ગઈ છે . તત્પર ને જોવા તત્પર આ શ્રધ્ધા ની શ્રદ્ધા ડગવા આવી છે.” ( પાંપણ ભીની બની )

“ મારી વાત સંભાળ શ્રધ્ધા “( તત્પર ના અવાજ માં રહેલી કરડાકી શ્રધ્ધા એ અનુભવી ) એક બીજા ને જોવા જોવા માંથી પાંગરેલો આ પ્રેમ , પ્રેમ નથી પણ માત્ર આકર્ષણ છે . આપના સંબંધ માં લાગણીઓ પાતળી અને આવેગ ઘટ્ટ હતો . અને માટે જ મને લાગે છે કે આપણે એકબીજા ને ભૂલી જઈએ . મારા આવા જવાબ માં તને અચાનક નું પરિવર્તન કળાશે, પણ મારું માન , અને બીજા કોઈ પણ વિચારો કર્યા વગર , માત્ર મને ભૂલવાનો પ્રયત્ન કર . હું બીજા શહેર માં શિફ્ટ થઇ ગયો છું , વિશેષ જાણવાનો પ્રયત્ન નહિ કરે તો ભૂલવામાં આસાની રહેશે . “


“ તત્પર ...પણ મારી વાત તો ..... તત્પર ..” શબ્દો દીવાલ પર અથડાઈ ને ફર્શ પર વેરાતા હતા .

ઘર માં વાતાવરણ સુધર્યું છે . શ્રધ્ધા હવે બધા સાથે વાતો કરે છે . પ્રમોદરાય ના ચહેરા પર પણ ક્યારેક સ્મિત ડોકાઈ જાય છે . હવે શ્રધ્ધા હિંડોળા પર બેસે છે ... હીંચે છે . હવા માં તરંગો ની ભાત પાડે છે. જૂનું હોય તો એટલુજ કે શ્રધ્ધા કપડા સૂકવવા જાય ત્યારે નજરો સામે ના ઘર ની બારી તરફ જાય છે, અને ક્ષિતિજ તરફ જુએ ત્યારે  આંખો ભીની બને છે .  આ ક્ષિતિજ જેવો જ તત્પર , જેને પામવાના એ સપના જોતી હતી , તત્પર ને એ ચાહતી હતી . કદાચ હજુ પણ ચાહે છે . તત્પર પણ તેણે ચાહતો હતો તેવી શ્રધ્ધા તેના મનમાં હજુ અડગ ઉભી છે . અને બીજી ઉભી છે શ્રધ્ધા ... છત પર ... ક્ષિતિજ તરફ નજરો માંડી ને .

-મહેન્દ્ર પોશિયા