વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 80 guests and no members online

મદદ

 


 



રમુજ

મગન :આજે કઇ તારીખ છે, છગન?

છગન :મને ખબર નથી દોસ્ત.

મગન :પણ તારા હાથમાં અખબાર છે. એમાં જોઈને કહે ને કે કઈ તારીખ છે?

છગન :અખબાર તો છે પણ આજનું નથી. એ તો ગઈકાલનું છે.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

એક ઉખાણું - જગતનો એવો કયો દેશ હશે કે જેના પ્રમુખ ક્રિશ્ચિયન હોય અને તેણે કુરાન પણ વાંચેલું હોય-ભણેલા હોય અને ગજવામાં ‘ગુડલક’ માટે હનુમાનજીની મૂર્તિ રાખતા હોય ? જેની માતા શ્વેત અમેરિકન હોય અને બાપ અશ્વેત આફ્રિકન હોય ? પ્રાથમિક અભ્યાસ ઈન્ડોનેશિયામાં કર્યો હોય અને કૉલેજ અમેરિકામાં કરી હોય ?

મારા અને તમારા જીવન દરમિયાન, અમેરિકામાં એક અદ્ ભુત ઘટના બની રહી છે. લોકો કહે છે કે ઈતિહાસ રચાઈ રહયો છે. મારા મુસ્લિમ મિત્ર કહે છે કે ઓબામાને અલ્લાહે મોકલ્યો છે. હું કહું છું કે "સંભવામિ યુગે યુગે" આ તો અમેરિકન નૃસિંહાવતાર છે !

થોડા વખત પહેલાં મે એક વાત લખી હતી કે, અમેરિકા હજુ આફ્રિકન અમેરિકન, જયુઈશ, મુસ્લિમ કે સ્ત્રીને પ્રેસીડન્ટ તરીકે સ્વીકારવા માટે તૈયાર નથી. આ વાત મારા રોજિંદા જીવનના અવલોકન પરથી મેં લખી હતી. શ્વેત પ્રજાના મારા સંપર્ક અને મારા અનુભવ પરથી એક વાત ચોક્કસ હતી કે હજુ આ દેશમાંથી રંગદ્વેષ સદંતર ગયો નથી. મેં એક વાત નોંધી છે કે મારા શ્વેત મિત્રો મને એકલા મળે ત્યારે એક વ્યકિત તરીકે વર્તે છે. જયારે શ્વેત લોકોનો સમૂહ તો એક શ્વેત ટોળું જ બની જતું હોય છે. અને તે જુદું જ વર્તન કરતું હોય છે. એ વાત કોઈ પણ ટોળા માટે સાચી હોય છે. એ ટોળાની સાયકૉલોજી હોય છે. અમેરિકામા, ચૂંટણીના એક અઠવાડિયા પહેલાં બારાક ઓબામાના વિજયની મારા મનમાં ઊંડી ખાતરી રહેતી હતી. પણ છેલ્લા દિવસોમાં સામા પક્ષવાળા

રિપબ્કિનોએ કાદવ ઉછાળવાનું ચાલુ કરી દીધું હતું. લોકોનું ધ્યાન ખેંચવા, ટીવી ઉપર ઓબામાનું પૂરું નામ "બારાક હુસૈન ઓબામા" બોલાતું રહયુ. ‘હુસૈન’ નામ કોઇ પણ અમેરિકનને ભડકાવવા માટે પૂરતું છે. 2004ની ચૂંટણીઓની જેમ દરેક ચર્ચમાં ઇરાકના યુઘ્ઘને ધર્મયુધ્ધનો સિક્કો લગાવવાનું ચાલું થયું. બીજા ઉમેદવાર મકૈન કહેતા કે સાચા અમેરિકનોએ ઓબામાને મત ન આપવો જોઈએ. સાચા અમેરિકનો એટલે શ્વેત પ્રજા. અને આ શ્વેત પ્રજાના સહકાર વિના ઓબામા જીતી ન શકે. આ પ્રચારને લીધે, મારો ઓબામાની જીતનો વિશ્વાસ ડગવા માંડયો હતો. વળી ઓબામા ટેરરિસ્ટો સાથે સંબંધ ધરાવે છે, એ વાત કયાંકથી ખોદી કાઢીને વાઇસ પ્રેસિડન્ટ પદના ઉમેદવાર સેરાહ પેલીન જાહેરમાં પૂછતાં-ખરેખર, આ ઓબામા છે કોણ ? તેમનું કહેવું હતું કે ઓબામા ટેરરિસ્ટ છે. ભૂતકાળમાં તેમનો નાતો ટેરરિસ્ટો સાથે હતો. પરંતુ બુશસાહેબના દેશપ્રમના ટેરરિઝમથી કંટાળેલા લોકોએ એ ન જ સાંભળ્યું.

ચોથી નવેમ્બરે રાતના સવા અગિયારે બારાક ઓબામાનું વિજય સંભાષણ સાંભળતો હતો, અને મારા જેવા બુદ્ધિજીવીની આંખોમાંથી આંસુ સરતા હતાં; કારણ કે એ, નમ્રતા અને આશાઓથી ભરપૂર હતું. મારા આંસુ, આનંદ અને આશાના હતાં.

બુશના રાજયમાં, દેશની સાથે સાથે મને ખુદને વ્યકિતગત રીતે પણ ગવર્મેન્ટની પોલીસીને કારણે, આર્થિક મુશ્કેલીઓ આવી હતી. મારી પત્નીએ મને 2000ની સાલમાં કહ્યું હતું કે આપણી સાડા સાત વરસની ‘શનિની પનોતી’ બેઠી છે. આજે લાગે છે કે તે શનિ મહારાજ, એટલે જ આ બુશ મહારાજ ! અને મારી એકલાની જ નહિં; પરંતુ આખા અમેરિકાની પણ પનોતી ચાલતી હતી અને તે વળી સાડા સાત વરસની નહિ; પણ પૂરા આઠ વરસની ! બાકી કિલન્ટન સાહેબ આપેલા તિજોરીના ચાર હજાર અબજ ડોલરનો ધૂમાડો કરીને, અમેરિકાને માથે દશ હજાર અબજ ડોલરનું દેવું ઠોકી બેસાડ્યું છે, તે પનોતી જ કહેવાયને ?

અમે સવારે મતદાન કર્યા પછી સાંજના પાંચથી ટી.વી. સામે ગોઠવાઈ ગયાં હતાં. અમારા બધા મિત્રોના, ખાસ કરીને ગુજરાતી મિત્રોના, ફોન ચાલુ થઇ ગયા હતા. ઘણા તો ઓબામાના કૅમ્પમાં વૉલેન્ટિયર હતા. આજ સુધીનાં મેં પ્રમુખની નવ ચૂંટણીઓમાં મતદાન કર્યું છે. નવ વખત પ્રમુખોને વિજય સ્વીકારતા મેં જોયા છે-સાંભળ્યા છે. આ બધું હજારોની હાજરીમાં કોઈ હૉલમાં થતું હોય છે. આ વખતનો પ્રસંગ અદ્ ભુત હતો. શિકાગોના પાર્કમાં દશ લાખની મેદની સમક્ષ ઓબામાએ પોતાનો વિજય સંદેશો આપ્યો, જે જગ આખાએ સાંભળ્યો અને હર્ષનાં આંસુ સાથે વધાવ્યો. અમેરિકન પ્રમુખની ચૂંટણી માટે આ એક  અનોખો પ્રસંગ હતો.

આ ઓબામા હજુ પ્રમુખ થયા પણ નથી. હજુ કોઈ પરાક્રમ એમને ખાતે જમા થયું પણ નથી અને આવું સ્વાગત ! આનો યશ બુશ સાહેબને ફાળે જાય છે. તેમણે ઓબામાનો વિજય શક્ય બનાવ્યો.   શિકાગોમાં એકઠા થયેલા આ દશ લાખ લોકો કોણ હતા ? બેકારો, ઘરબાર વિનાના, મેડિકલ ઈન્સ્યોરન્સ વિનાના, કૉલેજ સટુડન્ટસ, સજાતીય યુગલો, આફ્રિકન-અમેરિકનો, શ્વેત અમેરિકનો, સ્પેનિશ ચાઈનીઝ, એશિયન્સ- ટૂંકમાં સર્વ ધર્મ, રંગ, જાત-ભાત અને કોટિના લોકો ઉમટયા હતા. લોકોનાં ઘર જતાં રહ્યાં; બુશ સાહેબના કારભારથી ! લોકોની નોકરીઓ જતી રહી, મોંઘવારી વધી ગઈ. ઈરાક અને અફઘાનિસ્તાનના યુદ્ધમાં દર મહિને દશ અબજ ડૉલર વપરાય છે ; અને તે સાથે કૉલજના વિધાર્થીઓની ફ્રીશીપમાં કામ મુકાય છે ! આ દશ લાખનો સમૂહ એટલે 95% મધ્યમ વર્ગનો સમૂહ. જેમ ઓબામા ટેકસમાં રાહત આપવાના છે. એમની પાસે આ જ  એક આશા હતી. એકલા અમેરિકનોને જ કેમ ?આખા જગતને   ઓબામાની આશા હતી.

કારણ અમેરિકા એકલામાં જ નહિ; દુનિયાના બધા દેશોમાં આર્થિક મુશ્કેલીઓ ઊભી થાય છે.

આપણા જીવન દરમિયાન એક અદ્ ભૂત ઘટના બની રહી છે. ઈતિહાસ રચાઇ રહયો છે. અમેરિકાની આ પાર્ટીમાં દુનિયા આખી જોડાઈ છે. કેનિયામાં, દેશ આખામાં, ‘નૅશનલ હૉલીડે’ જાહેર કરાયો. ઓબામાની દાદીના કારણે આયલેન્ડમાં લોકો નાચ્યા ! ઈન્ડોનેશિયામાં ફટાકડા ફૂટયા. અને મારા સુજલામ્ સુફલામ્ દેશમાં હોમ-હવન થયા. જયાં ક્રિકેટની મેચ જીતવા હવન થાય; ત્યાં આ હનુમાનજીના ભક્ત માટે તો થવા જ જોઈએ ને ! અને જીત્યા પછી પણ હવનો થાય છે. બાલાજીના કોઇ વિદ્વાને તો ઓબામાએ કયા ચોઘડિયામાં વ્હાઈટ હાઉસમાં જવું તે મુહૂર્ત પણ જોઈ રાખ્યું છે ! વાસ્તુશાસ્ત્રવાળાઓ જાણે છે કે, ઓબામા હવે ઓવલ ઑફિસ ખસેડવાના નથી; એટલે સમજીને જાહેર કરી દીધું કે એમની ઑફિસ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે યોગ્ય જગ્યાએ જ છે. હવે બનારસથી પંડિતોનું મંડળ જાનયુઆરીની 20મી 2009 ના રોજ ઓબામાની કુંડળી બનાવીને અમેરિકા આવે તો નવાઈ નહિ ! હવે અમેરિકા પણ કોઈ ચમત્કારની જ રાહ જુએ છે. આતુરતાથી..

 

Zazi.com © 2009 . All right reserved