વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 101 guests and no members online

મદદ

 


 રમુજ

તમારા પતિ તો તંદુરસ્ત હતા, એકાએક?

હા, એવું બન્યું કે અમે સૌ જમવા બેઠા હતા, ત્યાં અચાનક એને મરચાં યાદ આવ્યા. પાછળની વાડીમાં તે મરચાં તોડવા ગયા, ત્યાં તેને સર્પ કરડયો.

હેં પછી તમે શું કર્યુ?

મરચાં વિના ચલાવ્યું, બીજું શું થાય?

ચિરાગ ઝા “ઝાઝી”

અમદાવાદ,ગુજરાત,ભારત

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

ગુજરાતની ચંટણી પતી ગઇ. લોકો એ રાજકીય પરીપકવતાને બાલીશ ક્રિકેટની રમત બનાવી દીધી અને અંતે ચૂંટણી પત્યાનો હાશકારો કરીને પોતાના ધંધારોજગારમાં લગી ગયા. જોકે એક વાત ચોકકસ સાબીત થઇ ગઇ કે ગુજરાત હિંદુત્વની પ્રયોગશાળા નથી પણ સદીઓથી વિકાસ યાત્રા કરનાનરી મારી ગુજરાત સાહસ,શોયૅ અને અૌધોગીક છે.

આઝાદ ભારત ના નેતાઓ એ આઝાદીના સત્ય ને સમજીને ગાંધીજીના કેટલાક વિચારોની અવગણના કરી હતી. પંડિત નહેરુ એ વિકારની વાત અને સરદાર પટેલે દેશની ભોગોલિક સ્થીરતની વાત હાથપર લીધી હતી. પંડિતજી એક દુરંદેશી માણસ હતા. આજથી સાંઠ સિત્તેર વષૅ પહેલા એમણે કેજલુ કે ભારતના આવનારા દિવસો માં કારખાના એ નવા મંદિરો હોવા જોઇએ. પૂજાના સ્થાનોને કારખાના સુધી લઇ જવાનો એ વિચાર સાંઠ વરસ પછી ગુજરાતની ચુંટણીમાં કામ કરી ગયો. વિકાસ પૂરુષ પંડિત નહેરુના વિચારો હજી જીવે છે.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

ઇશ્ર્વર ગણો કે વાતૉ અંતે તો આપણે એજ કરીએ છીએ જે આપણને ગમતું હોય. બીજા ને ગમાડવાનો ડોળ બહુ સહેલો હોય છે પણ પોતાને સારુ લાગે એટલા માટે કરેલો ડોળ એક બીમારી છે. એનાથી મોટી બીમારી હું લોકો માટે સારુ કરુ છું તે છે. રામ નામને લોકો વાતૉ ગણતા હોય તો એ વાતૉ રોજની છે. અને રામને જે લોકો ઇશ્ર્વર ગણતા હોય તે રામ પોતે માના પેટે પેદા થયેલો માણસ જ હતો. માણસ માથી રામ થવું બહુ કપરી ક્રિયા છે. બહુ ઓછા લોકો છે કે જેમને સમજ પ ડે છે કે રઘુકુળ રીત એટલે શું?

જેમ પોતાના અવગુણોને બાજુપર મુકિને ગરીબ સ્ત્રીને લોકો પથ્થર મારતા હોય ત્યારે એક વાત યાદ રાખવા જેવી છે કે એ પથ્થર ની ઠેસ કયારેક આપણને પણ લાગશે.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

 

ગુજરાતી ને ચા વિષે ખબર ના હોય તેમ બને નહીં. ચા કે ચાહ તો જોઇયે જોઇયે ને જોયે જ. ના ચાલે. આ ચા બહુ વિચિત્ર પીણું છે. કોકા કોલા કે પેપ્સી પહેલા ગોરા લોકોએ ચા નામનું પીણું ભારત લઇને આવ્યા, એ પાછુ ચીનથી ચોરી કરીને. બસ એ દિવસ અને આજની ઘડી ચા...ચા...ને ચા...

ચા વિષે આટલુ લખ્યા પછી એક બીજો નિયમ જાણી લઇયે. કે ચા કરતા કીટલી ગરમ હોય. એટલે કે મુળ વાત કરનાર કરતા તેનો ચેલો વધારે કટટર હોય. સાધુ કે બાવાજી ઢીલા હોય પણ તેમના ચેલા પેલી કીટલી જેવા હોય. ગરમ.......ગરમ.....દાઝી જવાય એવા.

વહે આપણા ગુજરાતની વાત કરીએ...ચા જોઇયે...એક બાવો , સાધુ કે બાપુ એ બધા બીઝી હોય તો છેલ્લે એક ખાસ સટોડીયો જોઇએ. આ બધાની વચ્ચે ચતુર ગુજરાતી પેલા જયદ્રથની જેમ બાણાવળી બની ને નાના નાના તીર છોડયા કરે. પાસ્તા ના પચે, પીઝા ના પચે પણ ચાર પાંચ હરડે ખાઇને પણ બધુ ઓહીયા કરી જનારો ગુજરાતી નર અને નારી સવારે વોક કરવા દોડી જાય.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

પ્રગતીની વાત કરીેએ. આગળ જુવો, પાછલી વાતો ને ભુલી જાવ. શાસ્ત્ર માં લખ્યુ છે કે ગતમ ન સોચ્યામી. એટલે પાછલી વાતો ભુલી જવાની અને નવંુ વિચારવાનું. પણ નવુ વિચારવાની હિંમત અને અને જો ભુલે ચુકે વિચારે તો એને અમલમા મુકવાની તાકાત કોની છે? ફરી પાછી મને મારી જુની વાત યાદ આવે છે કે માણસ ઇતિહાસ માંથી કશુ શિખતો નથી. પણ જુની ભુલી જવાનું અને ઇતિહાસ માંથી શીખવાનું એમ બે વાત કેવી રીતે બને.

તમે એક કામ કરો કાલે રવિવાર છે, વાતચિત કરવા આવો.

ભલા માણસ વાતચિત કરવા બોલાવે છેકે પછી દંભી સમાજના અખાડામાં ચિત કરવા માટે? હરી હરી.

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries