વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 56 guests and no members online

મદદ

 


 રમુજ

આપણા લગ્નની પહેલી વર્ષગાંઠ આવી રહી છે તો આપણે તંદુરી ચિકન બનાવીને જમીએ? એક બીબીએ ખુશ થતાં થતાં તેના પતિ સરદારજીને પૂછયું.

સરદારજીએ તરત જ જવાબ આપ્યો ‘અરે હોય કંઈ! આપણે કરેલી ભુલ ની સજા બિચારી મરઘી શા માટે ભોગવે?

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

લીક, શબ્દ અત્યારસુધી ધાબામાંથી પાણી લીક થાય છે ત્યારે સાંભળ્યો હતો. મોટાભાગે ચોમાસામાં વરસાદ બરાબર જામીને પડે ત્યારે જે લોકો સૌથી ઉપરના માળે રહેતા હોય તે બધા ડોલ , ડબલા ને તબાકડા લઈને ઘરમાં ચોમાસાની સજાવટ કરવા લાગે. લીક , ધાબા લીક થાય, ધાબા ગળે, સામાન્ય માણસ લીક માં ને લીક માં જીવન કાઢી નાખે. લીક છે તો છે શું કરીએ? કોને કહીએ? ક્યાં પેલા મકાન બાંધનાર જોડે ઝપાઝપી કરેએ , ચાલે છે, આમેય આ વરસે આ એક જ મહીનો સારો વરસાદ પડવાનો છે , બાકીના બધા મહિના કોરા છે, આવતા વરસે જોયું જશે.


લીક, છાપામાં વાંચ્યું છે કે અમદાવાદ વડોદરા વચ્ચે એક ટેન્કર અચાનક પલટી ખાઈને ઉંધુ પડી ગયું. પણ પોલીસના જણાવ્યા મુજબ આસપાસ ના ગામનાં વીસ જેટલા લોકોની હાલત ગંભીર છે અને પાંચ જણાએ પોતાનો જીવ ટ્રક પાસેજ આપી ચુક્યા છે. ટ્રક ચાલક અને ક્લિનરનો આબાદ બચાવ, ગામના લોકોને ટ્રક પાસે જતા રોકતાં તેમના પર ટોળાએ હુમલો કરી દીધો , બંન્ને જાણાની હાલત માર ખાઈને ગંભીર છે. ગામના અને ખેતરમાં કામ કરતા મજુરો ટ્રકમાંથી લીક થતા પ્રવાહિને કેરોસીન સમજે બેઠા અને તેને ભરી લેવા માટે બધા ડોલ , ડબલા ને તબાકડા લઈને ઘટના સ્થળે ધસી ગયા. ના પાડવા છતાં જલદ કેમીલક પ્રવાહિની અસર હેઠેળ પાંચ વ્યક્તિઓ ના સ્થળ પર મ્રુત્યુ થયા, તેમાં એક કિશોરી ઉમર લગભગ નવ વરસ છે તેમ પ્રાથમીક તપાસમાં જાણવા મળે છે.

 


લીક, મારા અંગત જીવનમાં ભુરા રંગની શાહી વાળી ઈન્ક પેન બે ત્રણ વાર મારા સફેદ રંગના સ્કુલ ડ્રેસ ના ઉપલા ખીસામાં લીક થઈ છે. આવા કેટલાક જાહેર અને અંગત લીકના કિસ્સાઓ બન્યા છે.

લીકસ્, સંસદમાં ,કોઈ યુરોપીયન માણસે કોઈ અમેરીકન સેનાના માણસ પાસે થી “ગેરકાયદે” કેટલાક દસ્તાવેજ લઈને વેબ પર ફિટ કરી દિધા. પછે શરુઆત થઈ વીકી લીકસ્ની. દુનિયાની વાત જવાદો , ભારતદેશના કેટલાક નેતા લોકો કે જેમની પાસે કોઈ નવો વિચાર નથી, કોઈ દિશાનથી, રાજકારણમાં કોઈ બેકાર મજુરની જેમ ર્વતન કરે છે તેવા નેતા લોકો ડોલ , ડબલા ને તબાકડા લઈને વીકી લીકસ્ આગળ ઉભા રહી ગયા. ટેકનીકલી જે દસ્તાવેજો “ગેરકાયદેસર” છે તેમાં ફાફાં ખોળા કરી પોતાના અંગત પ્રમાણ પત્રો ની “ઝેરોક્ષ”  કાઢતા થઈ ગયા.

 


આ આખી ઘટનામાં જો સૌથી વધારે દુખની વાત હોય તો એ ભારતના વિરોધ પક્ષની રંક  વિચાર સરણી અને બુનિયાદ વગરનાં ભવિષ્યનાં સપનાઓ જોવાની ખોટી આદતો છતી થઈ ગઈ તે છે. સત્તાધારી પક્ષ પર તો ચલો તમે કાયમ માછલા ધોવાના જ છો પણ ભવિષ્યનો વિચાર કર્યા વગર માત્ર સંસદમાં બુમ બરાડા કરીને વિરોધ પક્ષને શું મળવાનું?


શાદૃલ ધ્વનિ
એક ભાઈ: ખરેખર બોસ વીકી લીકસ્ વિશે તમને કશી ખબર નથી?
બીજા ભાઈ: ના ભઈ , આ ઉનાળામાં ભર બપોરે બધા કાંણામાંથી પરસેવો લીક થાય છે, બોલો કોઈ સંસદમાં આ વિષય પર મારા માટે બોલ્યું??

Zazi.com © 2009 . All right reserved