Print
Parent Category: પ્રત્યંચા
Category: ચિરાગ ઝા “ઝાઝી”
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

ભારત દેશ ના કોઈ એક નાગરીકને પાસે બેસાડીને જો આપણે તેને પુછીએ કે સમય પસાર કરવાનો તમારો સૌથી મનપસંદ વિષય કયો? તો લગભગ એ કહેશે કે રાજકારણ, ક્રિકેટ, બોલીવુડ અને કોઈ એક બાવા, બાવીના અનુયાયી હોવું. જો તમે પુછો અને આ સિવાય કોઈ બીજા વિષય વસ્તુમાં ઈચ્છા રાખતો માણસ મલી જાય તો તેને મારો સંપકૅ કરવા નમ્ર અપિલ છે.

વાત ની હદ તો ત્યાં સુધી આવી ગઈ છે કે આ ચારે વિષયો એક બીજા સાથે હળીમળી ગયા છે. (ગ્રુપ સેકસ નું ઉદાહરણ ના આપી શકાય કેમ કે ચાર માંથી એક બાવા લોકો પણ છે.),  બાવો રાજકારણ માં પડ્યો છે. બોલીવુડ ક્રિકટમાં, ક્રિકેટ વાળા બોલીવુડ અને રાજકારણમાં અને રાજકિયનેતા લોકો જ્યાં જે આવે કે બોલાવે બધે પહોંચી જવામાં હમેંશા તલપાપડ રહેતા હોય છે, પછી એ બાવો હોય કે બેબી.


આજના આ પ્રકરણમાં માત્ર ક્રિકેટ અને રાજકાણ ની વાત કરવી છે. ક્રિકેટ નું માત્ર ઉદાહરણ લઈને વાત રાજકારણની કરીશું. સૌથી પહેલા નીચે લખેલી સરખામણી જોઈ લઈએ.

ટેસ્ટ મેચ                        = સંસદ ની ચુંટણી.
વન ડે                           = વિધાનસભાની ચુંટણી.
ટેવ્નટી ટેવ્નટી                  = મ્યુનીસીપાલીટીની ચુંટણી.
રણજી,દેવધર,દુલીપ ટ્રોફી    = પંચાયત ની ચુંટણી વગેરે વગેરે

ચુંટણી અને ક્રિકેટ સાલા એટલા મોંઘા થઈ ગયા છે કે નેતા લોકો ભાસણ કરવાના પૈસા પોતાનાજ પક્ષનાં લોકો પાસે થી લે છે. મને તો લાગે છે કે સતત ચુંટણી જીતવાની માનસીકતાએ આપણાં નેતાઓ ને નબળા કરી દિધા છે. શું અમુક ચોક્કસ પ્રકારના નેતા લોકોએ અમુક પ્રકારની ચુંટણી થી દુર ના રહેવું જોઈએ?

જેમ  એક બોલરને માત્ર ટેસ્ટ મેચ અને બીજા ને ટેવ્નટી ટેવ્નટી સ્પેસીયાલીસ્ટ કે એક કપ્તાન ટેસ્ટ મેચનો અને બીજો વન ડે એવું જો આપણા નેતા લોકોને લાગુ પાડીએ તો શું તમેને નથી લાગતું કે ગુજરાત અને ભારતને બીજી હરોળના નેતાઓ મલે?? એક નો એક નેતા બીચારો ઘસાઈને બુઠ્ઠો થઈ જ્ય ત્યાં સુધી એને ઢસડવાની શું જરુર છે? અને જે નેતા બીચારો ચાલતો ના હોય એને માથે પંચાયત ની ચુંટણી નો કારોબાર નાખી દેવાનો પેલા યુવરાજની જેમ.

હવેઆ પ્રકાના પરીવતૅન કરવા એ ભારતના લોકોના હાથની વાત છે, કારણકે પછી ચેપલ જેવો કોઈ બહારનો માણસ આવીને ગાંગુલી જેવો દાવ આપણા કોઈ નેતાનો કરી નાખી તો પછે કહેતા નહિં કે આપણીને તમારી વાત નહતી થઈ.

એક પછી એક ચુંટણી આવતી રહે ને નેતા લોકો પ્રચારમાં ફરે તો પછી સંસદને વિધાનસભાનું ધ્યાન કોણ રાખે? ઘણી વાર મને લાગે કે જેમ ક્રિકેટવાળા માત્ર બીસીસીઆઈ માટે રમતા હોય છે ભારત માટે નહીં તેજ રીતે નેતા લોકો ચુંટણીનો જંગ માત્ર પોતાના પક્ષ ની તિજોરી ભરવા માટે લડતા હોય છે, ભારત દેશ માટે નહિં. શું ખરેખરે આ પ્રકારની માનસીકતા રાજકારણ ને ક્રિકેટ બંન્ને માટે જોખમી નથી? શું સત્તા મેળવી લેવાની ઘેલછામાં બીચારી પ્રજા દેવામાં ડુબી જાય તે કેમ ચલાવી લેવાય?

જેમ ક્રિકેટ જગતમાં આઈપીલ ની બોલબાલા વધી અને જે રીતે મીલીયન ડોલરનો વેપલો ચાલે છે તેવીજ રીતે શું ભારતના રાજકારણ માં પણ વિદેશી મીલીયન ડોલરનો વેપલો શરુ થવાની શક્યાતા ખરી??

શાદૃલ ધ્વનિ

ધારોકે બાબા રામદેવ બોલીવુડ મુવી બનાવે, સચીન પોતનો મરાઠી પક્ષ શરુ કરે, લાલુપ્રસાદ અને રબડી સંન્યાસ લઈને પટણામાં ગંગાકિનારે આશ્રમ શરુ કરે અને અમિતાભ બચ્ચન ઉત્તરપ્રદેશ નો (કદાચ ગુજરાતનો ) મુખ્યમંત્રી બને તો?