વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 75 guests and no members online

મદદ

 


 રમુજ

બાળક (માતાને) : મમ્મી, હું દરિયામાં નહાવા જાઉ?

માતા : ના ડૂબી જવાય.

બાળક : પણ ડેડી તો ગયા છે!

માતા : હા, પણ એનો તો વીમો ઉતરાવેલ છે.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 
એવા ફરીએ બાગમાં ફુલો ઉગાડીએ, જેના થકી ખુદ આપણી શોભા વધારીએ


કવિ મેઘબિંન્દુ ની આ લીટીઓ કેટલી સુંદરલાગે છે. જાતને શણગારવાનો સરંજામ, ફુલો, કોઇ કાંટાને સહન કરીને ફુલો વીણી લાવે, માળી સખત મહેનત કરીને બાગને ફુલ, ઝાડ આપે અને કોઇ હાલી મવાલી એને જડ મુળથી હલાવી નાખે. તોફાની આખલો બાગને રફેદફે કરીને ભાગી જાય અને એક ડરને ગમગીનીનો માહોલ સૌ જોયા કરે. પહેલા જયારે મંદિર તોડ્યું હશે ત્યારે અને પછે જ્યારે મસ્જીદ તુટી ત્યારે.

નેતાઓ ન્યાયતંત્રના ચુકાદાને માન આપે કે ના આપે કે પછી પોતાની સત્તાની ખીચડી પકવે, એક ભારતીય હિંદુ હોવાને નાતે મારે તો બસ એજ કહેવાનું કે રામ જન્મભુમિ ને બાબરી મસ્જીદની જગ્યા પર એક કાંટાનો બાગ બનવો જોઈએ. દુનિયાભરના થોર, બાવળીયા, જાત જાત ના નાના મોટા કાંટા વાળા છોડ , ક્ષુપ, વૃક્ષ શોધી શોધી ને ઉગાડવા જોઈએ. આખી જગ્યાને થોરની મોટી વાડ કરીદેવી અને અંદર જવા માટે એક ઈંચ જેટલી જગ્યા બાકીના રાખવી.

પછી રોજ સવારે મંગળાની આરતી અને નમાઝ એ કાંટાની વાડ આગળ કરવા અને કહેવાતા સાધુઓ, સંતો , બડે નમાઝીઓએ એટલા દિલથી પુજા , બંદગી કરવાકે પેલા કાંટાના ઝાડ પર કેસુડાને, ચંપાના ફુલ ખીલી ઉઠે.  હવે ચોખ્ખી વનસ્પતી શાસ્ત્રની વાત કરીએ તો દરેક થોર એના પ્રકાર અને હવામાન પ્રમાણે પોતાના ખુદના સુંદર ફુલો આપતી હોય છે. પણ આપણી પાસે એવો સમય ક્યાં અને નફફટ લોકોનો ભગવાન,ખુદા,અલ્લાહ સાથે સીધો સંપકૅ હોય ત્યાં વળી રાહ જોવાતી હશે. વળી ધામીઁકતાના અખાડામાં તો તાકાતનો મુકાબલો થઈજ જવો જોઇએ અને જે નથી એ કરી આપે એ ચમત્કાર જ તો ભગવાન છે.

આપણી માનસીકતા એજ કહે છે કે જે નથી તેની આપણે હંમેશા ચિંતા કરતા રહીને, એક ડરનું વાતાવરણ પેદા કરીએ અને પછી તેમાંથી છુટકારો પામવા જે ભગવાનને આપણે સમજી નથી શકતા કે જાણી નથી શકતા તેના નામે પીશાચી ધમપછાડા કરી છીએ.  ઘર, સમાજ, સભાઓમાં માણસ કેટલા પ્રકારના પાપ કરી શકે અને એના પસ્તાવાના કયા કયા રસ્તાઓ છે એના થી વધારે કોઇ ચચૉ આપણે કરી પણ નથી શકતા.

કાટાંનું સત્ય ધ્યાન દઇને સમજવા જેવું છે. કાંટાને જ્યાં છે ત્યાં તમે રાખો તો તમને બીજી કોઇ તકલીફ નથી પણ જો કાંટાને ખોટી રીતે છેડછાડ કરો તો એનો માત્ર એક ગુણ એજ છે કે વાગવું. નિદૉષ દેખાત ફુલો ની જેમ કાંટા ક્યારેય કરમાતા નથી સદા તાજા રહેતા કાંટા ક્યારેય પોતાનો અસલ સ્વભાવ છોડતા નથી. તાજા ફુલોની જેને ટેવ પડવા લાગે છે તે સત્યથી દુર થતા જાય છે. એક ફુલ કરમાય ત્યાં બીજું ખરીદી લાવે છે. હકીકત એ છે કે જે નાશ પામે છે એ માણસ ને સૌથી વધારે ગમે છે. દિવસ કરતા રાત માણસ ને હંમેશા નાની લાગે છે, ઓછી પડે છે.

કાંટાનું સત્ય એ અયોધ્યા સાથે આદીકાળ થી જોડાયેલું છે. કૈકૈઇ ને આપેલું વચન દશરથે વટથી પાળ્યું, ન્યાયના તરાઝુમાં મધ્યમાં અટકીને રહી ગયેલો કાંટો. પછી પેલા ધોબીની જબાન પર લગામ મુકવાને બદલે રઘુપતીએ કરેલો સીતાનો ત્યાગ, જાણે ન્યાયના ત્રાજવે થયેલો ફુલોને વેચવાનો પહેલો ચુકાદો, ફરી પેલો ત્રાજવાનો કાંટો.

કાંટાનાં રસ્તા પર ચાલનારને ફુલો બહુ સદતાનથી. અને જે કાંટાને ત્રાજવે જીવે છે એ લોકો સત્યને પામ્યા વગર રહેતા નથી. સત્ય કાંટાનું એજ રામજન્મભુમિ-બાબરી મસ્જદનો સાચો ઉપાય.

શાદૃલ ધ્વનિ
જેમ કોંગ્રેસ (આઇ) પચાસ વરસ ગાંધીજી અને ખાદીના નામે તરી, ગાંધીજી તો રામ ના કળીયુગના હનુમાન હતા, જ્યાં હનુમાન ત્યાં રામ.

ભાજપે રામનું નામ વાપરીને તરવાનો પ્રયત્ન કયૉ. ભાજપની ભુલ એક જ થઇ કે માત્ર રામનો ભરોસો કરવાને બદલે સત્તા મેળવવા જીન્હા જેવા ફુલોનો સહારો લઇ બેઠા.

Zazi.com © 2009 . All right reserved