વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 41 guests and no members online

મદદ

 


 રમુજ

સરલાએ તેની બહેનપણી કમલાને પૂછયું, અરે કમલા, આ હાર તને કેટલામાં મળ્યો?

કમલાએ જવાબ આપ્યો, ખાસ કંઈ વધુ નહિ. એક દિવસ રડવામાં અને બે ટંક નહિ જમવામાં.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

લેખની શરુઆત કરતા પહેલા મને જણાવી દેવાની ઇચ્છા છે કે રંગ એ કોઇ એક સંપ્રદાય, જાત, નાત, પ્રાંત, ધમૅ , નેતા , અભિનેતા, દળ કે રાજકીય પક્ષની જાગીર નથી કે નથી એ કોઇના બાપની ગુલામ. રંગ એ કુદરત છે. રંગ એ હું અને તમે, આપણું અસ્તિત્વ છે.

મારી પત્ની જયારે સાડી ના રંગ સાથે બ્લાઉઝનો રંગ મેચ કરે ત્યારે એ અચુક મને સંભળાવે છે કે વિજ્ઞાને પુરવાર કયુૅ છે કે કેટલાક પુરુષોમાં રંગ અંધતા હોય છે. એટલે આપણે સમજી જવાનું કે આપણી હાજીર ત્યાં માત્ર પૈસા આપવાપુરતીજ  છે, રંગ, રંગમંચ બંન્નેમાં ખલેલ એટલે લયમાં વહી રહેલા નટ સમ્રાટ નો પ્રલય.

ઉપર ની બંન્ને વાત યાદ રાખજો, આગળ જતા કામ લાગશે. હવે મુળ વાત એટલે કે રંગ વિષય પર આવી જઇએ. કાળા ડિબાંગ અવકાશમાં દુર દેખાતા પેલા પીળા પ્રકાશને આપણે ઇશ્ર્વર સમજી બેઠા અને પછી જેમ જેમ જ્ઞાન વધતું ગયું તેમ તેમ આપણે તેને સુયૅ કહેતા ગયા. હાઇડ્રોજન ને ઓકસીજને અને પરમાણુ ની અસંખ્ય ભાગ દોડ કહેતા ગયા. સમજ રંગથી આગળ વધી ગઇ.


પેલા કાળા અવકાશમાં જેમ સુયૅ જોયો તેવીજ રીતે પેલા કાળા કૃષ્ણમાં પેલા ગીતા ના વાકયોનો પ્રકાશ જોયો. કાળો કાળો ના રહયોને લાલ રંગના ધડકતા હ્રદયમાં ગુલાબી પાંખડી બની ને બેસી ગયો. મારો કાળો કેવો ગુલાબી બની ગયો.

રંગ , ચળકાતા ધારદાર ચાંદની રંગના લાંબા ખંજરને  નવા પરણેલા વરરાજાના લાલચોળ અંગરખાની આરપાર ઘુસાડીને ચોરેલા પીળા રંગના દાગીના સાથે લીલા રંગના જંગલમાં પલાયન થતો પેલો માટી રંગનો પીળી આંખો વાળો લુટારો વાલીયો ..જાણે જંગલમાં રાફડો બની ગયો..રંગ એનો બદલાઇ ગયો..પીળા તાડપત્રના પાન પર કિત્તાની શાહી ને જોતો આછા ભુ ખરા રંગના રામને ચીતરો રહયો.. રંગ

મુમતાઝની આછી લીલી નસો ની ઉપર ચોંટીને રહી ગયેલી તુકીૅની નરમ મુલાયમ રાતી ચામડી ને લાલ ચોળ હોઠપર શહેનશાહે હિંદ ના કસાયેલા મજબુત હાથ અને હિંદના તડકે રંગાયેલી ગેરુ રંગની આંગળીઓ જાણે સફેદ તાજ મહાલનો નકશો દોરી રહી હતી, ને મુમતાઝના ઉભા થઇ જતા રુંવાડા જાણે તાજમહાલમાં લગાવેલા હિરા ને માણેક બની ગયા, પ્રેમની ગઝલ એના વક્ષસ્થળ વચ્ચેથી પાણી ના રેલાની જેમ વહી રહી હતી આછા ભુરા ઝરણા જેવી.

હે રંગ આ જગતનું અચરજ.એક મારો શ્રી રંગ ને પછી એક પેલો ભસ્મનો રંગ, અગ્નીમાં ખાખ થઇ ને પેદા થયેલો રંગ. ત્યાગીના માથે શોભતો પેલો ભસ્મનો રંગ , રંગની સુગંધ એક નિયમ, એક શીસ્તનો રંગ.

અચરજ પમાડે તેવો પેલો માં અંબાના પાલવનો રંગ , આસમાની રંગ કે પછી પેલો લીલો રંગ કે પછી પેલા મહીસાસુરના કાપેલા ગળામાંથી ટપકતો લાલ રંગ, પેલી સફેદ ભીંત પર લાલ કંકુનો રંગ, નવોઢાના બરડાની છેક નીચે ચોંટીને રહી ગયેલો પેલો પીઠીનો રંગ. રંગ.કોનો રંગ

માથા પર પડેલા પોલીસના ડંડાનો લીલો રંગ, ગુમડુ થઇ ને પરુમાં ભળી જતો લોહીનો રંગ, ફદફદી ગેયેલી કોઇ પીળી કેરીમાં સડીગયેલા પેલા કાળા ગોટલાનો રંગ.રંગ  બોલ સુવ્વરની ત્વચા જેવો ગુલાબી રંગ કે પછી તાજા કાપેલા પેલા વાછરડાની ત્વચાને સ્નાયુની વચ્ચે રહેલા પારદશૅક પીળા પટલનો રંગ..બોલ કયો રંગ ..

ચાર રસ્તા પર લાલ,પીળી ને લીલી લાઇટોના ડાન્સ વચ્ચે અનાથ ભ ીખારી છોકરાની આંખનો રંગ..કતલ થવા જતી બકરીના શરીરનો ફિકકો રંગ.પરસેવાથી મેલા થઇ ગયેલા જાંગીયા ની પટટીનો રંગ..સળગતા કોલસા પર ટીંચર ઉકાળીને બનાવેલી પેલી પોટલી નો દારુ જેવો રંગ..બીડીનાં ઠુંઠામાંથી ઉઠતા ધુમાડાનો રંગ

રંગ, નેરોલેક અને એશીયન પેઇન્ટસ તમે માંગો એ રંગ આપે.બાવાની એમ્બેસડરને કેરસી રંગે રંગી આપે.રંગ વેચાતો મલે અને કોઇ આખો રંગમાં રંગાઈ ગયો હોય તો નાગો થઇ ને ફરતો પણ જોવા મલે. રંગ કોઇ નેતાની વ્યાખ્યા કે ખયાલ નથી, રંગ એ તવાયફની કોઇ ઠુમરીનથી , રંગ એ મનસ્થીતી છે, જે બાહય રંગ જોઇ ને તમાશો કરે છે એવા તમામ નેતા,અભિનેતા અને કહેવાતા સાધુ સંતોને વિનંતી છે કે પહેલા રંગને ઓળખો અને પછી એના બટવારા કરો.

શાદૃલ ધ્વનિ

ભગવો રંગ કેવી રીતે બનાવવો એની એક માત્ર સાચી રીત મારા સ્વામી વિવેકાનંદે આપી છે.

"તમારા શરીરના લોહીથી ભીના થયેલા સફેદ વસ્ત્ર પર જયારે મા ભારતની  માટી ભળે અને પછી જે રંગ ઉપસી આવે તેજ સાચો ભગવો રંગ છે." , સ્વામી વિવેકાનંદFile converted @ gurjardesh

Zazi.com © 2009 . All right reserved