વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 260 guests and no members online

મદદ

 


 



રમુજ

એક પોલીસવાળાએ પોતાના મિત્રને કહયું , સ્ત્રીઓ ગાડી એટલા માટે ધીમી ચલાવે છે કે દુઘર્ટના ન થાય .કારણ કે દુઘર્ટના થાય તો એની સાચી ઉંમર અખબારમાં છપાઈ જાય.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 


વ્હાલા આત્મજનો,

મારા અકસ્માતનું કારણ શોધો છો ? પણ ભૂલી ગયા ઈશ્વર અનાયાસે જ મળે ! બસ આજ કારણ છે.

સાચું કહું ? મરવાની પણ મજા છે, હવે હું અહીં બરોબર ગોઠવાઈ ગઈ છું.

એક વાત કહું ? મને જ્યારે સૌ વળાવવા આવ્યા હતાં ત્યારે કોઈએ મિત્ર  ને હાથમાં દોણી આપતાં કહ્યું હતું કે  પાછું વાળીને ના જોતો વળી કોઈ આત્મજને એમ પણ કહ્યું હતું કે  આપણામાં નો કોઈપણ જણ હવે પાછું ફરીને ના જોશો મિત્ર ને કહેલી વાત મિત્રો તમે પણ - પાછું વાળીને નહીં જોતા બસ આગે બઢો.....એકમેકના હાથ પકડીને સૌ આગે બઢો...
મીંચેલી આંખે પણ સૌ ને મેં ઓળખી કાઢ્યાં હતાં કોઈક બોલતું હતું -  જિંદગી હતી ટૂંકી .......



ના , ના એવું કશું જ નથી મારી પાસે જિંદગી છે જ. હા, મારો પૃથ્વી ઉપરનો મૂકામ પૂરો થયો. હજી પણ હું તમારામાંની જ એક છું. થોડોક ફરક પડ્યો છે. હવે મારી પાસે પૃથ્વી ઉપરના રહસ્યો નથી રહ્યાં ! - જે મારા માટે પહેલાં સપના જેવા હતાં. અને હવે તમે સૌ મારા માટે સ્વપ્નો થઈ ગયાં છો. પણ આ બધાં સ્વપ્નો જૂદા એ રીતે પડે છે કે આ સ્વપ્નોની આસપાસ વીંટળાયેલા છે મારાં અને આપણાં સંવેદનો.

બીજી એક વાત , આ ઉત્તરાયણે જ્યારે તમે પતંગ ચગાવતા હતાં ત્યારે મને લાગ્યું કે કેટલા બધાં નિમંત્રણો મને મળી રહ્યાં છે. દરેક પતંગ ઉપર મારા માટે એક સંદેશ હતો તમારા તરફથી અને અહીં હું અનંતમાં માણતી રહ્યી નિરવ મહોત્સવ.

ચેતન , તને યાદ છે ? ગઈ ઉત્તરાયણે જ્યારે મારી પતંગ નહોતી ચગતી ત્યારે હું ગુસ્સે થઈ ગઈ હતી તેં મને ખૂબ સરસ સમજાવતા કહ્યું હતું -

અંજલિ, હવા જ ક્યાં છે તો પતંગ ચગે. હવા માટે પણ પ્રારબ્ધ જોઈએ . ચેતન, આજે હવે હું તને સમજાવવા માંગુ છું, તું પ્રારબ્ધમાં પ્રબળ શ્રધ્ધા રાખી આશા અને હિંમત ન હારતો. તું તો એક સારો રમતવીર છે , આત્મ વિશ્વાસ ના ખોઈશ જ્યારે પણ તું ખુલ્લા મને , ખુલ્લુ આકાશ જોઈશ ત્યારે તને હું જોવા મળીશ - તાકીને તને જોતી હોઉં તેમ જ
અને તું હંમેશા યાદ રાખજે -

તારા ખાલીપાને તિલાંજલિ એજ તારી અંજલિ .

હું અહીં ક્ષણે ક્ષણે જીવું છું એ જ રીતે જેમ હું તમારી સંગાથે હતી. તમારા અંતિમ આશિષ અને ધોધમાર પ્રેમમાં હું અહીં હજીયે ભીંજાઉ છુ

મારી ધારીલ  વાત કહું ? મિત્ર  ને મિત્રોનો હૂંફાળો હાથ આપશો ને ? ચેતનની અંજલિ હવે નિરાકાર થઈ ગઈ છે એની અંજલિ હવે સાકાર સ્વરૂપે ચેતના છે અને આપ સૌ મિત્રોમાં મને પૂર્ણ શ્રધ્ધા છે કે ચેતનની ચેતનાને નિરંતર જીવતી રાખશો અને એ જ તમારી ખરી અંજલિ

મારી બિડાયેલી આંખમાં મેં એ છેલ્લું સ્વપ્ન જોયું છે એને સાકાર કરશો ને ?

તમને સૌ ને ખબર તો છે, મને ફોટા પડાવવાનો કેટલો શોખ છે. તમે ગેરસમજ ના કરતા કે મેં ફોટોગ્રાફર બદલ્યો છે, ફોટોગ્રાફર એ જ છે, પણ , હા કેમેરો બદલ્યો છે, હવે તમે, તમારા ડીજીટલ કેમેરાથી મારો ફોટો નહીં લઈ શકો કે તમારા પ્રીન્ટરમાંથી પ્રીંટ કાઢી શકશો , હવે તમે તમારી પાંપણના શટરથી મારો ફોટો કલીક કરી શકશો અને તમારા હૃદયના પ્રીંન્ટરેથી એની પ્ર્રીંટ કાઢી શકશો.

આભાર માનીને હું તમારું અપમાન કરવા નથી માંગતી.

ફરી મળશું.........

લિ. તમારી અંજલિ

Zazi.com © 2009 . All right reserved