આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
આ સ્ટોરી છે એક સામાન્ય મનુષ્યની, સ્વાર્થી છતાં આદર્શવાદી ભારતીતયની, પ્રેમાળ છતાં હિંસક આર્યની, એ ઉના રકતની જેને સદીઓથી વહેતા અહીંસાના ઠંડા પવનોએ થીજવી નાંખ્યું છે, ભારતમાતાના એ વીરપુત્રની જેની રગેરગનાં માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ નિરંતર વહે છે, આ સ્ટોરી છે દુનિયાની સૌની મોટી લોકશાહીના ગુલામની, કબૂતરના રાજનાં સિંહની, આ સ્ટોરી છે "સંગ્રામ ભાગવત"ની
"૨૦૨૧"
તિહાર જેલની બહાર હજારોની સંખ્યામાં લોકો ઉમટી પળ્યા છે. દરેકની આંખમાં અગન જવાળાઓ છે દરેકની રગેરગમાં અન્યાયથી ભભૂકતો ગુસ્સો વહી રહ્યો છે હૃદયમાં એક પીડા છે. એક જ નારો ગુંજી રહ્યો છે "ઈન્કીલાબ જીંદાબાદ".
હજારોના ટોળાનાં કાબુમાં કરવા શાંતિપ્રિય સરકારે ફોજીના જવાનો તૈનાત કરેલા છે જલિયાવાલા બાગની જેમ ગોળીબાર કરવાની સત્તા એમને આપવામાં આવી છે છતાં જવાનો ઉદાસ ચહેરે જનતાને પાછી વાળવા પ્રયત્ન કરી રહ્યા છે.
આજે સંગ્રામ ભાગવતની ફાંસી નો દિવસ છે. આટલા ગુસ્સાનું બીજુ પણ એક કારણ છે કે ભારતમાતાને સપૂતને છ જ મહિનામાં ફાંંસીના માંચળે લટકાવી દેવાનો હુકમ ફરમાવવામાં આવ્યો જયારે અજમલ કસાબ જેવા દેશના દુશ્મને ૧૩ વર્ષથી સાચવી રાખવામાં આવ્યો છે, ટોળુ વધારે ને વધારે હિંસક બનતુ જાય છે સેનાના જવાનો દિવાલ બની એમની સાથે અડગ ઉભા છે વાતાવરણ "ઈન્કિલાબ જીન્દાબાદ" સંગ્રામ ભાગવત અમર રહો" ના નારાઓથી ગુંજી ઉઠયું છે.
સંગ્રામ ભાગવત મૃત્યુની વાટ જોતા જેલની કોટડીમાં બેઠો છે અને કાગળ પર એનો છેલ્લો સંદેશો લખી રહ્યો છે એની છેલ્લી ઈચ્છા એ જ છે કે એનો છેલ્લો સંદેશો ભારતની જનતા સુધી પહોંચાડવામાં આવે એના ચહેરા પર ભય કે દુઃખ અંશમાત્ર પણ નથી. એનાં ચહેરા પર ખુશી અને ગર્વની રેખાઓ છે. સંગ્રામ ભાગવતનું ભવિષ્ય બહાર જમા થયેલા ટોળા પર નિર્ભર છે વર્ષો પહેલા ૨૩ માર્ચ ૧૯૩૧ ના દિવસે ભારત દેશે એના એક અનમોલ રતન ગુમાવ્યો હતો. શુ ફરીથી એ જ ઘટનાનું પુનરાવર્તન થશે? શું દેશ ફરીથી ભગતસિંહને ગુમાવી દેશે?
"૨૦૭૦"
ટેકનોલોજીની ચોટી પર પહોંચાયેલું ભારત સંગ્રામ ભાગવતને ભૂલાવી ચૂકયું છે આંગળીના ટેરવે માહિતીનો ભંડાર ખાલી નાંખતા આ યુગમાં સંગ્રામ ભાગવતનું નામ સુધ્ધા કોઇ જાણતું નથી. સમય કરતા પણ ઝડપથી ભાગતી જનતા માતૃભૂમિના કાજે શહિદ થયેલા વીરલા વિષે કંઈ જાણતી નથી. સંગ્રામ ભાગવતના મૃત્યુબાદ એને લગતા બધા દસ્તાવેજો દેશના ખૂણેખૂણેથી એકઠા કરી કયાંક સંતાળી દેવામાં આવ્યો. ૨૦૨૧ થી જ એક સાયબર ટીમની રચના કરવામાં આવી જેનું કામ ઈન્ટરનેટ પર સંગ્રામ ભાગવતના દસ્તાવેજો શોધી શોધી એમને દુર કરવા. દરેક ન્યુઝ ચેનલ, સમાચાર પત્રો અને સામાયિક સાથે ગુપ્ત સંધિ કરવામાં આવી. સંગ્રામ ભાગવતને ઈતિહાસના પાનાઓ પરની ભૂસી નાંખવા સરકારે પોતાનું બધું બળ લગાડી દીધું. ખૂબ જ જૂજ લોકો બચ્યા હતા જેમણે મહાવીર સ્વામી, ગૌતમ બુધ્ધ અને ગાંધીજીના દેશમાં સદીઓ પછી શ્રીકૃષ્ણના દર્શન કર્યા હતા, જેમણે વર્ષોથી ગુલામીની બેડીઓમાં જકડી રાખેલા અહિંસકનો અભિનય કરતા હિંસક ભારતને નજરોનજર જોયુંં હતું. જેમનો ભ્રષ્ટાચારીઓની કત્લેઆમ સહસ્ત વધાવી હતી. જેમનો અહીંસાના ઠંડા પવનોથી થીંજાઈ ગયેલા આર્યના લોહીને અન્યાયની ભઠ્ઠી પર ઉકળતા સમક્ષ નીહાળ્યું હતું. એ કયામતનું અઠવાડિયું એ લોકો હજી સુધી ભૂલી ચૂકયા નહોતો જયારે ભારતદેશમાં અગનજવાળાઓ ઉમટી પડી હતી. દરેક ત્રસ્ત નાગરીક હાથમાં હથિયાર લઈ એક નેક ઈરાદા સાથે ઘરેથી નીકળ્યો હતો. એ ના તો કોમી હિંસા હતી ના તો પ્રાંતીય હિંસા હતી. એ દિવસે બધા એક હતા. એ હિંસા હતી ભ્રષ્ટાચારની.
ભારતદેશની જીવતી લાશોમાં પ્રાણનો સંચાર કરવાવાળો એક જ વીર હતો "સંગ્રામ ભાગવત".
એ પત્રકારને કયાંકથી એનું નામ જાળવા મળે છે. થોડી ઘણી તપાસ કહે છે ઈન્ટરનેટ પર સર્ચ કરી જુએ છે. આમતેમ જાણીતાઓને પૂછે છે. એક દિવસ એને ધમકી મળે છે. એની જીજ્ઞાસા વધે છે કે આ કેવો માણસ જેનું નામ માત્ર લવાથી જાનથી મારી નાંખવાની ધમકી મળી. એ નિર્ધાર કરે છે કે "સંગ્રામ ભાગવત" વિષે તો જાણવું જ પડશે. થોડીધણી મથામના બાદ એ "સંગ્રામ ભાગવત" ની પ્રેમિકાને શોધી નાંખે છે. એનું મળવું સહેલું નથી હોતું કારણ કે, એના પર ગુપ્ત પોલીસની ચાંપતી નજર હોય છે પત્રકાર મહામહેનતે એના સુધી પહોંચે છે.
"૧૯૮૫ થી ૨૦૧૯"
પત્રકારના અથાગ પ્રયત્નો બાદ અનન્યા સંગ્રામ ભાગવતના જીવનનું પુસ્તક ખોલવા રાજી થાય છે.
સંગ્રામ ભાગવતનો જન્મ એક મધ્યમવર્ગ પરિવારમાં થયો હતો. એક સાંધે ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિમાં એના પિતાજી એને ભણાવતા હતા. નાનપણથી જ એના માથે પરિવારને ગરીબીના અંધકારમાંથી સુખના અજવાળામાં લઈ જવાનો બોજ હતો. કુમળી ઉંમરથી જ એ જવાબદારીના બોજ નીચે દબાયેલો હતો. વખત જતા એનો આત્મવિશ્વાસ કથળવા લાગ્યો. સફળ થવા માટે અથાગ મહેનત કરવા લાગ્યો. પરિવારની અપેક્ષાઓ પર ઊણા ઉતરવા એ રાત-દિવસ એક કરવા લાગ્યો. એ સ્વકેન્દ્રી બની ગયો.
ખૂબ જ મહેનત કરી એ સોફટવેર એન્જીનીયર બન્યો. એક ઉજવળ કારકીર્દી હવે એની વાટ જોઈને બેઠી હતી. એક મલ્ટીનેશનલ કંપનીમાં ૫૦,૦૦૦/- માસિક પગાર પર એ જોડાયો. હવે જીવનનો રસ્તો જરા સુંવાળો લાગવા લાગ્યો. એક ઊંડો હાશકારોે અનુભવ્યો. એ સફળ થયો અને પરિવારનું ભવિષ્ય સુધરી ગયું. મા-બાપને ઘડપણમાં સુખ જોવા મળશે એ વિચાર માત્રથી એ પ્રફુલ્લિત થઈ ઉઠતો. હવે સ્વાર્થ છોડીને બીજા વિષે વિચારવાનો સમય આવ્યો એને ગળથૂથીમાં મળેલા આદર્શો માથુ ઉંચકવા લાગ્યા. પહેલા પણ જયારે કયાંક ખોટું થતા કે કોઈને અન્યાય થતા જોતો ત્યારે ેસમસમી ઉઠતો પણ હંમેશા ગુસ્સાને અંદર દબાવી હસતા ચહેરે વધાવી લેતો. એ ગુસ્સો બહાર આવવા લાગ્યો એક સફળ સોફટવેર એન્જીનીયરીંગના શરીરનાં ક્રાંતિકારીનો આત્મા જાગવા લગ્યો એ જરૂર હતી એક તણખાની. ૨૦૧૧ માં મોહનદાસ હઝારેનું ભ્રષ્ટાચારી વિરોધી અહિંસક આંદોલનની શરૂઆત કરે છે. લાખો લોકો એમના સમર્થનનાં રસ્તાઓ પર ઉતરી આવે છે. શરૂઆતમાં બહોળો પ્રતિસાદ મળે છે. દેશમાં ભ્રષ્ટાચાર વિરોધી એક જુવાળ જાગે છે પણ એ જુવાળ સમય જતા ટકીના શકયો. ૨૦૧૩ આવતા આવતા આંદોલન નિષ્પ્રાણ થઈ ગયુ. મોહનદાસ હઝારે એ રાજકીય પક્ષ રચી ચૂંટણીમાં ઝંપલાવવાનો નિર્ધાર કર્યો.
૨૦૧૪ ની ચૂંટણીમાં મોહનદાસ હઝારેનો પક્ષ ઉંધા માથે પટકાયો. ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન સદંતર મૃત્યુ પામ્યું. સરકારનો આત્મવિશ્વાસ બમણો થઈ ગયો. એને વિશ્વાસ બેસી ગયો કે એ કોઈપણ સરકાર વિરૂદ્ધ માથુ ઉંચકશે તો મોહનદાસ હઝારેની જેમ ધ્વસ્ત કરી નાંખીશું. સરકારી બાબૂઓની આપખુદશાહી વધવા લાગી. નાના નાના કામ માટે પણ લાંચની રકમો બમણી થવા લાગી. સામાન્ય જનતાનું શોષણ પહેલા કરતા વધી ગયું.
મોહનદાસ હઝારેની હાર એની પોતાની હાર નહોતી એ આખા રાષ્ટ્રની હાર હતી. આમાં જનતા કયાં ને કયાંય જવાબદાર હતી કારણ કે, જે જનતા એક દિવસ પહેલા મોહનદાસ હઝારેને ઓળખતી પણ નહોતી એ જનતા એના નામની ટોપી પહેરી રસ્તાઓ પર ઉતરી આવી હતી. શરૂઆતમાં જનતાનો અદ્વીતીય ઉત્સાહ અને ટેકાએ મોહનદાસ હઝારેેનું કદ આભને પર આંબી જાય એવુ કરી નાંખ્યું એમ બે જ વર્ષનાં એ જ મોહનદાસ હઝારેનું કદ ધૂળના રજકણ જેવુ કરી નાંખ્યું.
હવે, સંગ્રામ ભગવતની અંદર છુપાયેલો ક્રાંતિકારી જાગવા લાગ્યો. ભલે એ મોહનદાસ હઝારેનો સમર્થક નહોતો પણ એમની આવી હારથી એ સમસમી ઉઠયો. એને એટલા તો વિશ્વાસ હતો મોહનદાસ હઝારે એક સ્વચ્છ માણસ છે એ માણસ દેશના ભલા માટે કંઈક કરી રહ્યો હતો પણ જનતાએ એને ધૂળ ચાટતો કરી નાંખ્યો.
એક દિવસ સંગ્રામ ભાગવતના જીવનમાં ઝંઝાવાત આવ્યું. જે પરિવારના ઉજળા ભવિષ્ય માટે એ અથાગ મહેનત કરી રહ્યો હતો. એ પરિવાર એક અકસ્માતમાં મૃત્યુ પામ્યો. ડ્રાઈવર બચી ગયો હતો. એવું ફલિત થયું હતું ડ્રાઈવર દારૂ પી ને બસ ચલાવી રહ્યો હતો છતાં એ કાયદાની પકડથી છુટી ગયો કારણકે એ સત્તાધારી પક્ષનો કાર્યકર હતો. આ બાજુ સરકારી હોસ્પિટલથી પરિવારની લાશો લેવાથી માંડીને ડેથ સર્ટીફીકેટ લેવા સુધીમાં દરેક સ્તરે સંગ્રામ ભાગવતે લાંચ આવવી પડી સાથે અપમાનના કડવા ઘૂંટ પણ પીવા પડયા. શબઘરના પટાવાળાથી માંડીને ડેથ સર્ટીફીકેટ આપતા કર્મચારી સુધી બધાને પૈસાના ભોગ ચઢાવવો પડયો. છેલ્લે પાકતી પોલીસી, બેંકમાં પડેલા નાણા મેળવવા માટે તગડી દલાલી ચૂકવવી પડી. અંદરથી સખત ધુંધવાયેલો હતો છતાં શાંત ચિત્તે બધુ પતાવીને કયાંક ચાલ્યો ગયો. (૨૦૧૧-૨૦૧૪ દરમિયાન સંગ્રામ ભાગવત અને અનન્યાની પ્રેમ કહાની પણ આવરી લેવામાં આવે છે) કયાં ચાલ્યો ગયો એ કોઈ જાણતું નહોતું.
૧૦-ઓગસ્ટ-૨૦૧૧ સૌથી પહેલી હત્યા થઈ એ ડ્રાઈવરની જે દારૂ પી ને બસ ચલાવતો હતો, પછી શબખાનાના અધિકારી અને પટાવાળાની જેમને લાશો સોંપવા ૫૦૦/- ની લાંચ માંગેલી, શબમાહિતીના એ ડ્રાઈવરની જેને શબમાહિતીમાં ટેકનીકલ ખામીનું કારણ આગળ ઘટી લાંચ માંગેલી, પછી ડેથ સર્ટીફીકેટ ઈસ્યુ કરાવવાવાળાએ કર્મચારીની, એના ઉપરી અધિકારીની જેને ફરિયાદ કરતા એણે બમણી લાંચ માંગેલી, પછીએ પોલીસ અધિકારી અને બેંક મેનેજરની જેણે પાકના નાણાં આપવા માટે દલાલી લીધેલી.
૧૦-ઓગસ્ટથી ૧૪-ઓગસ્ટના સમયગાળામાં કુલ ૧૫ હત્યાઓ થઈ.
૧૫ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ આખો દેશ ધ્રુજી ઉઠયો. ચારે બાજુ અફરાતફરી વ્યાપી ગઈ. દેશના કરોડો લોકો જાણે નિરાધાર બની ગયા. કોઈને કંઈપણ સમજાતું નહોતું. દેશની સુરક્ષા પ્રણાલી પર સૌથી મોટો હુમલો હતો. જોતજોતામાં બધુ ઠપ થઈ ગયુુ. એટલામાં એક બુલંદ અવાજ દેશની જનતાના કાને પડયો. એ અવાજ હતો સંગ્રામ ભાગવતનો.
૧૫ હત્યા અને ૧૫-ઓગસ્ટ થયેલા હુમલાની જવાબદારી સ્વીકારીને આત્મસમર્પણ કરે છે. આવા ભયાનક હુમલા કરવાનું કારણ સૂચવે છે એની ઘડપકડ કરવામાં આવે છે. સમગ્ર દેશમાં હિંસક આંદોનનો ફાટી નીકળે છે. છેવટે સંગ્રામ ભાગવતને આઝાદ કરવામાં આવે છે એના એક જ ભાષણથી હિંસક આંદોલનોની પૂર્ણાહુતિ આવી જાય છે આખા રાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ સાશન લાદી દેવામાં આવે છે. સંગ્રામ ભાગવત દેશની નિષ્પ્રાણ જનતામાં પ્રાણનો સંચાર કરી વિદાય લે છે. પણ જનતાએ એને વડાપ્રધાન પદ પર જોવા માંગે છે જનતા એવુ ઈચ્છે છે કે એ દેશનું સૂકાન એના હાથમાં સોંપે. સંગ્રામ ભાગવત એનો ચૂંટણી એજન્ડાના રૂપમાં એક પુસ્તક પ્રકાશિત કરે છે સાથે ન્યુઝ ચેનલો અને ઈન્ટરનેટ પર પણ દેશને પ્રગતિના પંથે લઈ જવાના પોતાના વિચારો પ્રગટ કરે છે. આ બાજુ અજ્ઞાતવાસમાં ઘકેલાઈ ગયેલી મોહનદાસ હઝારેની અહિંસક પાર્ટી જોર શોરથી હિંસક સંગ્રામ ભાગવતનો વિરોધ કરે છે એને ચૂંટણીમાં એની સામે પોતાના ઉમેદવારો ઉભા કરે છે.
મોહનદાસ હજારેના સિદ્વાંતો ગાંંધાવાદી છે એ જ વિચારો છે જે ૧૯૪૭ માં ગાંધી અને નહેરૂમાં હતા. જયારે સંગ્રામ ભાગવતનો વિચારો ભગતસિંહ અને સાવરકરના હતા.
હવે દેશને ફેંસલો કરવાનો છે કે એ દેશનું સૂકાન કોને સોંપે ગાંધીજીને કે પછી ભગવસિંહ અને સાવરકરને.
ચેતન ગજ્જર
-
મહાવીર સ્વામીZazi.com © 2009 . All right reserved |
Read more...