Print
Parent Category: બાળ જગત
Category: કાલા ઘેલા ગીત
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 


જય જય ભારત માત અમારી,
જય જય ભારત માત!

દેવ તણી દુલારી
અમારી
જય જય ભારત માત ! !

સત્ય અહિંસા અને દયાના
બુધ્ધ, મહાવીર, ગાંધી જેવા
જ્યોતિર્ધર વિખ્યાત
તમારા સંતાનો એ માત !
અમારી જય જય ભારત માત ! !

શૂરવીર ને અણનમ ટેકી
સંત, ભક્ત, કવિ, જ્ઞાની, ત્યાગી
અગણિત ને અભિજાત
તમારા સંતાનો એ માત !
અમારી જય જય ભારત માત ! !

ઉંચા આભ થકી યે ઊંચે
ત્રિરંગો શશી સૂરજ સંગે
લહરાયે દિનરાત !
જય જય ભારત માત અમારી,
જય જય ભારત માત!

એની સરૈયા
વિ.સં: 2015
તા: 12-02-1959