આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
પ્રભુ, આંગળીએ વળગાડી
અમને પંથ ખરો બતલાવો
ખડબચડા મારગ પર
અમને ડગલાં ધીરે ભરાવો!
અંધારે અટવાઈએ તો
સહાય અમારી કરજો
હેત કરીને પંથ પ્રભુજી,
પ્રકાશનો પાથરોજો
વસંતની ખીલતી કળીઓ સમ
જીવન અમ વિકસાવો
ફૂલડાંની ફોરમ શી ઉરની
સૌરભ પ્રભુ, પમરાવો!
સત્ય, અહિંસા પ્રેમ પઢાવી
કાયરતા અમ કાપો!
જ્ઞાન ભકિતનાં મોંઘા પ્રભુજી,
દાન અમુલ્ય આપો!
એની સરૈયા
વિ.સં: 2015
તા: 12-02-1959
-
ધૂમકેતુZazi.com © 2009 . All right reserved |
Read more...