રાગ :યમન કલ્યાણ
તાલ : ધ્રુપદ
જય જય જય વીણા ધારી
જય જય જય મંગળ કારી
શ્વેત વસ્ત્ર સોહત અંગ
શ્વેત કમળ જળ તરંગ
શિશ મુકુટ શ્વેત રંગ
શ્વેત હંસ સ્વારી.........જય
બાળક તુજ ચરણ નમિત
ગાઈ માત સ્તવન ગીત;
મંજુલ સ્વર મન મુદિત
દરશન સુખદાઈ.............જય
કવિ શ્રી મનસુખલાલ મિસ્ત્રી ,
વિક્ર્મ સંવત : 2005 ,
જુન 1949