વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 69 guests and no members online

મદદ

 


 



રમુજ

મારી પત્નીની યાદદાજીત બહુ ખરાબ છે.
બધું ભૂલી જયા છે ?
ના, બધુ યાદ રાખે છે.

મુશાયરો

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive




હું જો વણૅન કરું તો શી રીતે
તું કરે છે બધું જુદિ રીતે
પુછમાં તું કઇ રીતે

તારી આંખો કરે છે રણમાં જઇ
મૃગજળો સાથે પ્યાસના સોદા
તારા ગાલો કરે છે ઉપવનમાં
કાંટા સાથે સુવાસના સોદા
અંધ સાથે કરે છે તારા કેષ
ધોળે દહાડે ઉજાસના સોદા
તારી સૂરત કરે છે પૂનમમાં
ચાંદ સાથે અમાસનાં સોદા
ઓળખું છું તને બધી રીતે
પુછમાં તંુ મને કઇ રીતે

તુ તો ચહેરા વિનાના લોકો ને
આઇના વેચીને કમાલ કરે
ભીંતે રૂરજના ચિત્ર દોરીને
કાળી રાતાનો તું નિકાલ કરે
પગ વગરની અપંગ મીરાને
ઘુંઘરુ હાથમાં આપી ન્યાલ કરે
હસ્તધનૂન કરે તો એવું કરે
હસ્ત રેખા જ પાયમાલ કરે
ચાલ ચાલે તું આગવી રીતે
પુછમાં તું મને કઇ રીતે


...
કેવો તું કીમતી હતો, સસ્તો બની ગયો
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો
ગાંધી, તને ખબર છે કે તારું થયું છે શું?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો!


...
અમને નાખો જિંદગીની આગમાં
આગને પણ ફેરવીશું બાગમાં
સર કરીશું આખરે સૌ મોરાચા
મોતને પણ આવવા દો લાગમાં


...
મોતનું બંધન છતાં, કરતો રહયો છે માનવી
જિંદગીની માવજત, આદમથી શેખાદમ સુધી


...
મહોબ્બતના સવાલોના કોઇ ઉત્તર નથી હોતા
અને જે હોય છે તે એટલા સધ્ધર નથી હોતા
મળે છે કોઇ એક જ પ્રેમીને સાચી લગન દિલની
બધાતે ઝેર પીનારા કૈં શંકર નથી હોતા.


...
તારી પાસે રામ છે, મારી પાસે જામ છે.
અથૅ શો વિખવાદનો?, બેઉ ને આરામ છે.


...
મરીશું તો અમે ખુદ મોત માટે જાન થઇ જાશું
રહીશું બાગમાં તો આગનો સામાન થઇ જાશું
ઉછાળા મારીને અમને ન પાછા વાળ ઓ સાગર
કાિનરો આવશે તો ખુદ અમે તોફાન થઇ જાશું


...
ચમકતો ને દમકતો શાહજહાંનો મહેલ જોવા દે
મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે
પ્રદશૅન કાજ જેમાં પ્રેમ કેદી છે જમાનાથી
મને એ ખુબસૂરત પથ્થરોની જેલ જોવા દે.


...

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive




સહસા ન કરે કામ, જે હોય દિલના ડાહયા
સહસા ન કરે કામ, તે નવ જાયે વાહયા
સહસા ન કરે કામ, જે હોય પડિંત પૂરા
સહસા ન કરે કામ, જે સતવાદિ શૂરા
સહસા કામ કરે નહિ, જે જશવંતા જાણિયા
શામળ કામ સહસા કરે, તે પંડિત નહિ, પૂરા પહાણિયા


...
એક વચનને કાજ, પાંડવ તો વન મા ભમિયા
એક વચનને કાજ,કૌરવદલ સઘળા શમિયા
એક વચનને કાજ,બલિ પાતાલે પરવરિયો
એક વચનને કાજ,હરિચંદે પાણી ભરિયો
વચન એક શ્રીરામ, લંક વિભીષણને દેઉ,
વચન જાતે સરવે ગયું, શામળ કેહેવત એથી કહું.


...

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive



એક તો ઊચાં હતાં ઘર ને છજા પણ તાવમાં
મેઘ ગરજયા ઉંબરે સોપો પડયો પરસાળમાં
ચાલશું તો જયાં હતા ત્યાં પહોંચવામાં વાર શી
પગ તળેની ભોંય માટે હોય રસ્તા હાડમાં
હર વખત ચકમક ઝરે એવી ક્ષણોને ખાળવા
સામ સામે આપણે પાષાણના દરબારમાં


...
લ્યો અમે આ લખિયો કાગળ
ઊભા રહો તો ઠીક અવસરે,બંધ મુઠઠીનું મરકે ઝાકળ
કૂણાં કૂણાં પાન કેસરી કોર
ઓસરતે પરોઢ આવિયો ગોર
ઘડિયા બાંધો ગાંઠ, હાથ બન્યાં છે ચોકો ચાકળ


...

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive





...................


Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries