આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
અંગ અંગ નાચત રંગ
રંગતરંગ આવત સંગ
ખીલત, ખેલત, રેલત રંગ
ઉર ઉમટે ઉમટે અંગ
લલિત લતા લચકેત સંગ
લળી લળી ઝુકી કરે ત્રિભંગ
ભાન ભૂલી જાણે ભંગ
મસ્ત મધુર મલય સંગ
છોડે છબીલું જો માયાનું શૃંગ
બાજત ના પછી કાળ મૃદંગ
બની ચૂકે ચિરંજીવી એ રંગ
ગાન મહિ કદિ તહિં નભંગ
...
મમ્મી પપ્પાએ આપ્યું આકૃતિ
અને સહેલીઓએ ક્રિતિ
શિક્ષણશાસ્ત્રીઓએ આકૅિટેકટ
અને મિત્રોએ કવયિત્રી
મારે પોતે
હજી મને શીષૅક આપવાનું બાકી છે.
...
પગરવોમાં દદૅ રેલાવે અભાવ
ભીંત પર સ્મૃતિ બની આવે અભાવ
હું બચેલી ક્ષણને પીવા જાઉં ત્યાં
શૂન્યતાનો હાથ ફેલાવે અભાવ
આંખમાં પોલાણ વધતું જોઇને
બીજ ખાલીપાનું લઇ આવે અભાવ
આગમનનું સ્વપ્ન ચોંકે એકદમ
યાદની સાંકળને ખખડાવે અભાવ
ટેરવે બ્રહમાંડ ખાલીખમ હતું
ને વિરહની પાંખ ફફડાવે અભાવ
કોરી કોરી આંખ જેવા ઓરડે
કંઇક ભીનું ભીનું પ્રસરાવે અભાવ
...
રાચ્યો કુંજગલીમાં શ્યામ
નાચ્યો ગલી ગલી એ શ્યામ
શ્યામ તો ટહુકે ટહુકે મોયોૅ
શ્યામને મોરપીચ્છથી કોયોૅ
છલકયો નયનગલીમાં શ્યામ
રાચ્યો કુંજગલીમાં શ્યામ
શ્યામ તો બુંદ બુંદ મા ચમકે
શ્યામ તો વસરી રહયો ઉમકળે
રાત બનીને નીતયોૅ શ્યામ
દિવસ બનીને નિખયોૅ શ્યામ
શ્યામ તો યાદ બનીને છટકયો
શ્યામ તો સાદ થઇને અટકયોં
શમણે જઇ પુરાયો શ્યામ
શ્ર્વાસ શ્ર્વાસમાં મલકયો શ્યામ
...
પ્રીતની પાંદડી મારી
પાનખરે જો ખીલી
અંતર કેરા ઝાકળ બિન્દુ ઝીલી
...
ભવરણ વાટે મુજને તારો
એકલ ને ઘો સહારો
કાંઠો મારે જનમજનમનો
રે ભવનીંગળ ભારો
...
કોયલ કુજીને
ઉગી ભોર
ફૂટયો ફૂટયો અંતરનો અંકોર
...
-
નેપોલિયન બોનાપાર્ટZazi.com © 2009 . All right reserved | Feed Entries |