આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
જીવતા જાણ્યું નહી ને આજ મરવાના પછી
ના કરો ફૂલો થકી મારા કફનની છેડતી
આ જગતને પણ કહી દો કે આમારા બાદ પણ
ના કરે યાદી આમારી કે કથનની છેડતી!
...
અચાનક
કંઇ થાય છે
જળ શું જળ
થનગને છે, ધસે છે, ઊંચે ચડે છે.
જુએ છે વિશાળ આકાશ
અહા અનંતતા
એક ઉત્તુંગ ઉછાળ, એક ભવ્ય ફાળ
ઝીલી સૂરજનો ચંડપ્રકાશ
વરાળ બની નિશેષ થવા
તલપી રહે છે, તરસી રહે છે
નીચી પડે છે
એક વતુૅલમાં
ઠંડાગાર ને સ્વસ્થ
તેય પત્થરના!
...
શ્રાવણની મધરાતે છો ને
નીંદર લીધી તાણી
હર સિંગારની મ્હેક મેં તો ભાઇ
મન ભરી ને માણી.
શોભે શુચિ સુગંધે કેવો આ
ભગવો ભીનો રંગ!
ઝાકળભીના ફૂલની ચાદર
સોહે ધરતી અંગ
વાયુ હિંડોળે ઝૂલતી આવે
આનંદની સરવાણી
...
તમે વરસ્યા થૈ અમૃત ફોરાં
અભાગી અમે કોરાં રિયાં સાવ કોરાં!
...
એક વરસની આગગાડીએ
ડબ્બા જોડયા બાર
ચાર દુધિયા, ચાર પીળા
ને વળી લીલા ચાર
સરસ મજાની ગોઠવી દીધી
ડબ્બાઓની હાર
...
ગમે ફોરમ,
ઉપેક્ષા પુષ્પો કેરી
કેમ કરાય?
ખંડેર સુતાં
ચૂપ કાળ ઓઢી, ના
ઢંઢોળો કોઇ
...
-
ચાણક્યZazi.com © 2009 . All right reserved | Feed Entries |