વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 37 guests and no members online

મદદ

 


 



રમુજ

મારી પત્નીની યાદદાજીત બહુ ખરાબ છે.
બધું ભૂલી જયા છે ?
ના, બધુ યાદ રાખે છે.

મુશાયરો

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

એકત્વનો નિયમ તો બધે એક સમાન છે
મુશ્તાક થઇને રહેશે ન ખોટી મમત મહીં
તારા સમાન કોઇ નથી, એથી શું થયું?
મારા સમોય જોણ છે તારા જગત મહીં?

...
ગમનો ઉન્માદ કયાં લગી રહેશે?
અશ્રુ વરસાદ કયાં લગી રહેશે?
સઘળું ફાની છે કાંઇક તો સમજો
આપની યાદ કયાં લગી રહેશે?


...
ગમ જેવું માથું મેં સ્વીકારી લીધું સદા
એની ખુશીનો કો ‘દિ અનાદર નથી કયોૅ
આપી અમરતા એના દીધેલા જીવન મેં
મરવું પડયું તો છેવટે એના ઉપર મયોૅ


...
ઇચ્છા તયાગી દે પામવા માટે
તું મરી જા અમર થવા માટે
ખુદ ખુદા તને મળી જાશે
જો મટી જાય તું ખુદ માટે


...

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

ઇષૉ જયારે આળસ મરડે
પડખે રહીને ફૂલો કરડે

ઊંડા ઘાવો કંઇક સહયા,
પણ જાન ગયો છે એક ઉઝરડે

થોઇ નાંખ્યા હાથ સ્વજનથી
કોણ હવે શત્રુમાં ખરડે?

ભૂલ્યા કેમ ભૂલાશે મિત્રો?
ઘાવ હજુ તાજા છે બરડે


...

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive




ચણોઠીઓના ઢગલે દાઝયા
કૈંક કવિના કિત્તાજી
શબ્દોમાં હું એમ પ્રવેશ્યો
જેમ આગમાં સીતાજી


...
મારી કોઇ ડાળખીમાં પાંદડા નથી,
મને પાનખરની બીક ના બતાવો

માળામાં ગોઠવેલી ડાખળી હું નથી,
મને વીજળીની બીક ના બતાવો

બરફમાં ગોઠવેલું હું પાણી નથી,
મને સૂરજની બીક ના બતાવો


...
હું તો અંધારે મોર બેઠી ભરવા, ને મોરલો અધૂરો રહયો
નથી સોયમાંથી નીકળતો દોર, ને મોરલો અધૂરો રહયો
પડી દોરમાં થોક બંધ ગાંઠયું, ને મોરલો અધૂરો રહયો
હું ગૂંચભયૉ દોરાનો ઢગલો, ને મોરલો અધૂરો રહયો
બ્હાર ચોમાસુ સાંકળ ખખડાવે, ને મોરલો અધૂરો રહયો
કિયા દોરાથી ગ્હેંક મારે ભરવી, ને મોરલો અધૂરો રહયો


...

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive



અમૃત થી હોઠ સહુનાં એંઠા કરી શકું છું
મૃત્યુ ના હાથ પળ મા હેઠા કરી શકું છું
આ મારી શાયરીએ સંજીવની છે , ‘ઘાયલ ‘
શાયરુ છું, પાળીયા ને બેઠા કરી શકું છું.


...
સખાતે બેસહારાની સહારા દોડતા આવ્યા
જિગરથી ઝંપલાવ્યું તો કિનારા દોડતા આવ્યા
વ્યવસ્થા એમને માટે ભલા શી હોય કરવાની?
હતા મહેમાન એવા કે ઉતારા દોડતા આવ્યા


...
જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું
ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું
તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ!
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું


...
મરવાની અણી પર છું, છતાં જીવી શકું છું
સંદેહ તને હોય તો આ પડખું ફયોૅ, લે


...
કૈં કયારનો આમ જ મુગ્ધ બની
આ મીનાબજારે ઊભો છું
લાગી છે કતારો નજરોની
નજરોની કતારે ઊભો છું


...
હવે પ્રીતની રીત સમજાઇ છે કંઇ
હવે રીતસરની મજા લઇ રહયો છું
હવા લીમડાની સતાવે છે ‘ઘાયલ ‘
કબરમાંયે ઘરની મજા લઇ રહયો છું.


...
હકે ‘ છે કે મુજથી વ્હાલી મને તારી જાત છે
શું સાંભળી રહયો છું? દિવસ છે કે રાત છે?


...

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries