આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
ઓ હિંદ ! દેવભુમિ ! સંતાન સૌ તમારાં !
કરીએ મળીને વંદન ! સ્વીકારજો અમારાં !
હિંદુ અને મુસલમિન વિશ્ર્વાસી, પારસી, જિન
દેવી સમાન રીતે સંતાન સૌ તમારાં !
પોષો તમે સહુને, શુભ ખાનપાન બક્ષી
સેવા કરે બને તે, સંતાન સૌ તમારાં !
રોગી અને નીરોગી, નિધૅન અને તવંગર,
જ્ઞાની અને નિરક્ષર સંતાન સૌ તમારાં !
વાલમીકિ, વ્યાસ, નાનક, મીરાં, કબીર, તુલસી !
અકબર, શિવાજી, માતા, સંતાન સૌ તમારાં !
સૌની સમાન માતા, સૌએ સમાન તેથી
ના ઉચ્ચ નીચ કોઇ, સંતાન સૌ તમારાં !
ચાહો બધાં પરસ્પર, સાહો બધાં પરસ્પર
એ પ્રાથૅના કરે આ સંતાન સૌ તમારાં !
મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે,
પ્યારા પોતાનો જાણીને, પ્રભુપદ પાળજો રે.
પથ્યાપથ્ય નથી સમજાતું, દુખ સદૈવ રહે ઊભરાતું,
મને હશે શું થાતું, નાથ નિહાળજો રે
અનાદિવૈધ આપ છો સાચા, કોઇ ઉપાય વિષે નહિ કાચા,
દિવસ રહયા છે ટાંચા,વેળા વળાવજો રે
વિશ્ર્વેશ્ર્વર શું હજી વિસારો, બાજી હાથ છતાં કાં હારો?
મહા મૂંઝારો મારો, નટવર ટાળજો રે
કેશવ હરી મારું શું થાશે? ઘાણ વળયો શું ગઢ ઘેરાશે,
લાજ તમારી જાશે,ભૂધર ભાળજો રે.
જયાં જયાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની
આંસુ મહીેયે આંખથી યાદી ઝરે છે આપની!
માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જયાં જયાં ચમન,જયાં જયાં ગુલો,ત્યાંત્યાં નિશાની આપની
જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની
આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં
આ દમ બ દમ બોલી રહી ઝીણી સિતારી આપની
...........
...........
...........
-
રવિશંકર મહારાજZazi.com © 2009 . All right reserved | Feed Entries |