ભરત વિંઝુડા એટલે ભીડમાંથી ભાગી છૂટેલો ગઝલકાર...
~~ :: ~~
બેઉનું એક હોય સરનામું
તું અહીં આવ કે હું ત્યાં આવું
~~ :: ~~
અફસોસ ! કેટલાય મને આગવા મળ્યા
ગાલિબને મારા શેર નથી વાંચવા મળ્યા
~~ :: ~~
મારી એકલતામાં આવીને ઊભાં
ભીડમાંથી ભાગી છૂટેલાં બધાં
~~ :: ~~
તેં મને ચોકલેટ દીધી છે
તેં દીધી એટલે પ્રસાદી થઈ!
~~ :: ~~
કબીર જેવી રીતે વસ્ત્ર રોજ વણતા’તા
સતત વણાય નહીં કંઈ મજા ન આવે તો
~~ :: ~~
માણસોને પંખી ધારો તો અહીં
આપણે એમાંય પારેવાં છીએ
~~ :: ~~
સરનામું:
ભરત વિંઝુડા
“રામ કૃપા” ખાદી કાર્યાલય પાસે
સાવરકુંડલા, જિ. અમરેલી
પીન – 364 515
https://www.facebook.com/bharat.vinzuda?fref=ts
પ્રકાશક:
રંગદ્વાર પ્રકાશન
જી-15, યુનિવર્સિટી પ્લાઝા
લૉ ભવનની ઉત્તરે
અમદાવાદ – 380 009
ફોન : (079) 7913344