આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
પ્રતિબિંબ કોનાં સ્મિત કરે છે તુષારમાં?
ઉપવનથી કોણ નીકળયું વ્હેલી સવારમાં?
ફૂલો ઉપરથી કેમ આ ખસતી નથી નજર?
કોના વદનનો રંગ ભળયો છે બહારમાં?
કોનો અવાજ દેહમાં પડઘાય છે હજી
છાયા બનીને કોણ ફરે છે વિચારમાં?
એકાન્તની પળોની વ્યથા પૂછશો નહીં,
શોધ્યા કરે છે આંખ કશું અન્ધકારમાં
ફૂટી રહયાં છે ફૂલ કબરની તિરાડથી
ઊતરી ગઇ ન હોય વસંતો મઝારમાં!
આદિલ ઢળયું શરીર પણ આંખો ઢળી નહીં,
મૃત્યુ પછી ય જીવ રહયો ઇન્તેજારમાં
...
-
કવિ કાલીદાસZazi.com © 2009 . All right reserved |
Comments
Jivan Ni Urmi o Dishe Aapshri Na Hashya ma