આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી,
મજા હોય છે ચુપમાં તે ચચૉમાં નથી હોતી.
દયામાં પણ નથી હોતી, દિલાસામાં નથી હોતી,
કહે છે જેને શાંતિ દિલની, દુનિયામાં નથી હોતી.
ગુલાબી આંખની રંગીની શીશામાં નથી હોતી,
નરમાં હોય છે મસ્તી તે મદિરામાં નથી હોતી.
મોહબ્બત થાય છે પણ થઇ જતાં બહુ વાર લાગે છે,
મોહબ્બત ચીજ છે એવી જે રસ્તામાં નથી હોતી.
અનુભવ એ પણ આસિમ મેં કરી જોયો છે જીવનમાં,
જે ઊમૅિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.
...
-
પંચતંત્રZazi.com © 2009 . All right reserved |
Read more...