આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
અમૃત થી હોઠ સહુનાં એંઠા કરી શકું છું
મૃત્યુ ના હાથ પળ મા હેઠા કરી શકું છું
આ મારી શાયરીએ સંજીવની છે , ‘ઘાયલ ‘
શાયરુ છું, પાળીયા ને બેઠા કરી શકું છું.
...
સખાતે બેસહારાની સહારા દોડતા આવ્યા
જિગરથી ઝંપલાવ્યું તો કિનારા દોડતા આવ્યા
વ્યવસ્થા એમને માટે ભલા શી હોય કરવાની?
હતા મહેમાન એવા કે ઉતારા દોડતા આવ્યા
...
જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું
ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું
તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ!
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું
...
મરવાની અણી પર છું, છતાં જીવી શકું છું
સંદેહ તને હોય તો આ પડખું ફયોૅ, લે
...
કૈં કયારનો આમ જ મુગ્ધ બની
આ મીનાબજારે ઊભો છું
લાગી છે કતારો નજરોની
નજરોની કતારે ઊભો છું
...
હવે પ્રીતની રીત સમજાઇ છે કંઇ
હવે રીતસરની મજા લઇ રહયો છું
હવા લીમડાની સતાવે છે ‘ઘાયલ ‘
કબરમાંયે ઘરની મજા લઇ રહયો છું.
...
હકે ‘ છે કે મુજથી વ્હાલી મને તારી જાત છે
શું સાંભળી રહયો છું? દિવસ છે કે રાત છે?
...
-
સુદર્શનZazi.com © 2009 . All right reserved |
Comments
Ej Manni Shake Je , Janne Kavita Ni Bhakti.