ઇસુ ઉપર ફેંકાયેલા પથ્થર તપાસ કર,
લોહી વડે લખાયેલા અક્ષર તપાસ કર.
ત્યાં મિત્રતાના અથૅને ચોખ્ખો લખ્યો હશે,
જુલિયસ સીઝરની પીઠનું ખંજર તપાસ કર.
ટુંકી ને ટચ છે બંધ એમાં એક વેદના,
આ કાચન કરચને સવિસ્તર તપાસ કર.
મુજ નામની વિશાળ ઇમારત કને જઇ,
મળવું જ હો મને તો તું અંદર તપાસ કર.
...
તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,
લે મૂક હથેળીમાં મખમલ, બહુ એકલવાયું લાગે છે.
ખખડાવે ખુલાસાના રસ્તા, શંકાના ભીડેલા દરવાજા,
સોંસરવો છે આ કોલાહલ, બહુ એકલવાયું લાગે છે.
...