આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
પાંચ પાંચીકા ઊછળયાં ત્યાં તો કાયનાં સરવર ઝલમલ થાય
બિંબ કુંડાળે રમી ચકરાઇ શતદળ કમળ બની સરસાય.
આજનો ઊગતો સૂરજ રાતાં કિરણોનાં કર ફેરવી માથ
દોરડાં કૂદતી છોડીને અંગ જગવી ગયો અનુપમ પ્યાસ.
ચીમળાયેલો ચણો પાણીમાં ફૂલીને થાયે જેમ દડો
કંચન શા તનમાંહીં ચંપો રંગે રમી અંગ ઝૂલી ગયો.
ઉભારની અનુભૂતિ નવલી મનમાં લાજ બની છાઇ
વાત વાતમાં લજામણીના છોડ સરીખી શરમાઇ.
પંડ પોતાનું બની અજાણ્યું ચોકે ને ગભરાયે શાને?
મુગ્ધ ભાવના માનસપટને અવઢવ ઊમૅિ કાં બહેકાવે?
વંકાયાં નેણાંના પટમાં ગયાં ગુલાબ ગલ લહેરાઇ
આયુના સોપાને ઊઠી રણઝણી ગુલાલરંગી વનરાઇ
...
-
કનૈયાલાલ મુનશીZazi.com © 2009 . All right reserved |
Read more...