આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
સ્નેહ નીતરતી આન્ખનુ મળવાનુ યાદ છે,
ઝીલવા કરેલ હાથને થામવાનુ યાદ છે....
પ્રણયની ગોશ્ઠિમા દોટ મુકીને મળવાનુ યાદ છે,
વિરહના ધીમા ડગલે પાછા ફરવાનુય યાદ છે...
વન્ટોળે હિલોળા લેતા ધબકાર હૈયાના યાદ છે,
વર્ષાના પ્રથમ આગમને ધરતીની સુગન્ધ યાદ છે...
ચાન્દનીના પ્રકાશમા નૈન ઉભરાયા યાદ છે,
ખભે માથુ ઢાળીને રુદન કર્યાનુ યાદ છે...
સન્તાયેલી નીન્દરને ઉજાગરા કૈ યાદ છે,
કહેલી વાત કાનમા ને હાસ્યનો ગુન્જારવ યાદ છે....
બળતા પગે ભર ઉનાળે દોડીન મળવાનુ યાદ છે,
મરક મરક મલ્કાતા ચેહરે હસવાનુ યાદ છે...
રન્ગોળીના રન્ગોને મન્દિરના ધન્ટારવ યાદ છે,
બન્ધ કરેલી આન્ખે અન્દર આવી ગયાનુ યાદ છે...
કાલ્પ્નીક દુનીયામા ભાન ભુલવાનુ યાદ છે,
સજ્જ્ડ પગે વાસ્તવિકતામા ડગ માન્ડવાનુ યાદ છે...
રેખા શુક્લ, શિકાગો
-
અજ્ઞાતZazi.com © 2009 . All right reserved |
Read more...