આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
આ સાંજ સજની મનપસંદ છે
આ હવા ગુલાબી મનપસંદ છે
પ્યાલામાં તરતા બરફના ટુકડા
તળીયાનો દાનાવળ મનપસંદ છે
આંગળીને ટેરવે જાણે દિવા ઉગ્યા
દિવાલ પરના ડાઘા મનપસંદ છે
કોઈ મજબુરી હશે કે રવિ રોજ ઉગે
એની આવન જાવન મનપસંદ છે
ઝંખના અમને કોઈની નથી “ઝાઝી”
બંધ આંખોના પગરવ મનપસંદ છે
-
શ્રી રવિશંકર મહારાજZazi.com © 2009 . All right reserved |
Comments