Print
Parent Category: યાયાવર
Category: ડિસેમ્બર 2010
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

જુઓ ઉપર ને ઉપર જાયછે આ આભનુ ટોળું
અને એકી ટશે નિરખી રહ્યુંછે આશનુ ટોળું.

હવે હું કઈ રીતે આ ભીડમા મારોજ સ્વર શોધું
ખરે છે માણસો ના રૂપમા કો સ્વાસનું ટોળું.


સ્વજન મિત્રોને સ્નેહીઓ ભલા જઇ શોધવા ક્યાંથી
જુઓ ને આવજોમાં ખદબદે છે હાથ નું ટોળું.

તમે મેકઅપ કરોછો કે ઉગાડો રૂપની ખેતી
કહીં ઉગી ન નીકળે ગાલ પર આ આંખનુ ટોળું.

તમે સાકી પરબ આ ઝાંઝવાની લઈને કયાં બેઠાં
તમારા દ્વાર પર ભટકયા કરે છે પ્યાસનું ટોળું.

ઘણું ઊડવાની હોડોમા ગયા ચહેરા બધા ભૂલી
જુઓ આકાશમા પંખી ઉડે કે પાંખનું ટોળું.

‘વફા’ચંપા તણા ફૂલો તમે વાવીને શુંકરશો
ભ્રમર આવી નહીં શકશે નેફરશે નાગનું ટોળું.