આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
રાત રાત રખડવાનું બંધ છે
ચોપાટી પર ટહેલવાનું બંધ છે
સ્વયંભુ જુવો કેવો કરફ્યુ કર્યો
માણસોનું મળવાનું બંધ છે
લઘુ સંદેશ નો નવો જમાનો
આંખોથી શરમાવવાનું બંધ છે
જુના ચહેરાઓ ના નવા ફોટા
સાથે ચાપાણી પીવાનું બંધ છે
ફેસબુક કરે ને ટ્વીટ કરે મુન્નો
ભર બપોરે ભટકવાનું બંધ છે
રહી ગઈ મીત્રો પાછળ દિવાલો
લીમડા ડાળે લટકવાનું બંધ છે
આતે કેવો જમાનો આવ્યો “ઝાઝી”
જીવે અછુત બની,અડકવાનું બંધ છે
-
મહાત્મા ગાંધીZazi.com © 2009 . All right reserved |
Read more...