આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
તું કારણ આપે તો પાછો ફરું
સમયને ચીરે તો પાછો ફરું
મને યાદ કરવાથી શું મળશે
દિલ પાડે સાદ તો પાછો ફરું
તાજા જખમ છે લોહીથી ભીના
તું બાંધ માંડવો તો પાછો ફરું
ઉડી ગયો યાયાવર બની સાંજે
ફુટે સુરજ મધરાત તો પાછો ફરું
સળગે લંકા ને સળગે લાખઘર
આ વનવાસ પતે તો પાછો ફરું
”ઝાઝી”ક્યાં કશે જઈ શક્યો છે
સમયનું ચક્ર ફરે તો પાછો ફરું
-
નિરંજન ભગતZazi.com © 2009 . All right reserved |
Read more...