આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
શોધતો હતો ખુદને હું ને મળી ગઇ મને દુનિયા
એક કરતા અગણિત મળી ઠેરઠેર મને દુનિયા
મહોબ્બતનું સરનામું કોઇ આપી ગયું આંખોથી
અને પળભરમાં બદલાઇ ગઇ આખેઆખી દુનિયા
ફકૅ ચોક્કસ પડે છે અહિં કોઇના હોવા ના હોવાથી
બાકી કોઇના વગર ક્યાં કદિ અટકી જાય છે દુનિયા
કરી છે કરામત તેં આ તે કેવી ઓ પ્રભુ!
ચહેરા અલગ ને અલગ અલગ દુનિયા
ફરિયાદ છે અહિં સહુ કોઇને તારી આ જીંદગીથી
પણ આવતુ નથી કહેવા તને કોઇ છોડીને દુનિયા
સમય કાઢીને ફરી એકવાર અહીં આવજે તુ ઓ ખુદા
કરીશ માણસની બાદબાકી તો હજુ એવીજ છે દુનિયા
વહી જાય છે જીંદગી “મીત” ઉમીઓન પૂરમાં
છૂટતી નથી આશા પણ છુટી જાય છે દુનિયા
રાકેશ મોદી
કનેક્ટીકટ, યુએસએ
-
સાને ગુરુજી.Zazi.com © 2009 . All right reserved |
Read more...