આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
અમે કુરાનને બેશક ઉતાર્યું કદ્રની રાતે!
પ્રથમ વ્યોમે પરિસંપૂર્ણ સાર્યું કદ્રની રાતે.
ખબર છે, જાણ છે કાંઈ તને , એ રાત છે કેવી?
ભલાઈ એમાં છે કેવી અને સોગાત છે કેવી?
તો સાંભળ વર્ષ ભરની સર્વ રાતોથી એ ન્યારી છે:
હજારો માસની સારાઈથી એ રાત સરી છે.
એ રાત્રે જિબ્રઇલ અગણિત ફરિશતા સાથે આવે છે:
હુકમથી રબના, ધરતી પર વ્યવસ્થા કાજ આવે છે.
રહે છે ભોર લગ સંપૂર્ણ શાંતિ ને સુરક્ષિતતા!
અને થાયે છે અનરાધાર બરકત મેઘની વર્ષા.
સુરએ કદ્ર :કુર્આન મજીદ લવહે મહફૂઝથી પહેલા આકાશ ઉપર એક સામટું કદ્રને રાતે ઉતર્યું હતું.એ પછી હ.જિબ્રઇલ(અલૈ.) મારફત નબીએ કરીમ(સ.અ.વ..) ઉપર જરૂરત અનુસાર કટકે કટકે એનું ઉતરાણ શરું થયું હતું.અને આમ અખા કુર્આનનું ઉતરાણ 23 વર્ષમાં સંપૂર્ણ થયું હતું..
-
કનૈયાલાલ મુનશીZazi.com © 2009 . All right reserved |
Comments