આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
ઉગતા સુયૅનો જમાનો છે જુવો ભાઈ
ખીલતી કળીનો જમાનો છે જુવો ભાઈ
ઉખેડી નાખ્યો બાપ દાદાનો જુનો વારસો
હવે ઈતિહાસના પાના ઉઘાડી જુવો ભાઈ
તડકો, બફારો, ઘામ, ચીકણો ભેજ, વરસાદ
ક્યારેક શીતમહેલની બહાર આવી જુવો ભાઈ
ગોચર અને ખેતર પર બની રહ્યા મહાલયો
હવે ઉધઈ, સાંપના નખરા રોજ જુવો ભાઈ
તારા માટે પ્રેમ નથી, એવુંય નથી કે ભુલ્યા
બહુ જુના સ્વભાવ નો “ઝાઝી” જુવો ભાઈ
-
કવિ કલાપીZazi.com © 2009 . All right reserved |
Read more...