આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
દિવસ પુરો થયો ને રાત થઈ, સારું થયું;
ઉજાગર આપમેળે જાત થઈ, સારું થયું!
અલગ અંધારની રજુઆત થઈ, સારું થયું;
ઉજાલાની પછી શરુઆત થઈ, સારું થયું!
સમય પાજી હતો ને છે, ના એ ઉભો રહ્યો;
અછડતી તોય મુલાકાત થઈ, સારું થયું!
જતનથી જાળવેલું મૌન તુટ્યું,
પણ પછી કોઈ સાથે જરા બે વાત થઈ, સારું થયું!
ન કેવળ સુખ, બલ્કે દુ:ખ પણ સાથે વણ્યું;
અનોખી જિંદગીમાં ભાત થઈ, સારું થયું!
ગઝલનો માગૅ પણ તારા સુઘી પ્હોંચે “સુધીર”,
હકીકત આજ અમને જ્ઞાત થઈ, સારું થયું!
-
જવાહરલાલ નહેરુZazi.com © 2009 . All right reserved |
Comments