વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 139 guests and no members online

મદદ

 


 



રમુજ

તમારા પતિ તો તંદુરસ્ત હતા, એકાએક?

હા, એવું બન્યું કે અમે સૌ જમવા બેઠા હતા, ત્યાં અચાનક એને મરચાં યાદ આવ્યા. પાછળની વાડીમાં તે મરચાં તોડવા ગયા, ત્યાં તેને સર્પ કરડયો.

હેં પછી તમે શું કર્યુ?

મરચાં વિના ચલાવ્યું, બીજું શું થાય?

મે 2010


Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

પૃથ્વી  પર   ઈશ્વરને   નિમંત્રણ  આપે, નારી તું નારાયણી
તારા  થકી  તો  ઈશ્વર  ઘરમાં  આવે, નારી  તું  નારાયણી

અજવાળાં સૂરજ અઢળક છો રેલાવે પણ  ઘરમાં હો અંધારૂ
તારા  વિના  તો  સૂરજ  પણ ના ફાવે, નારી  તું નારાયણી

તારા આ સરજેલા દેવળમાં વસવાની કોની  ઈચ્છા ના હો ?
તારે  ખોળે તો જીવન  કીર્તન  પામે  નારી   તું  નારાયણી

નારીના  હૈયે    ઊછળતાં  ઉમંગો  જોઈને   દરિયો  બોલે , 
આખે આખો દરિયો  તું  તો   છલકાવે, નારી  તું નારાયણી

મારા  મનની  પાગલ  ઝંઝાઓને કોણ આવી  ને સમજાવે?
એ શમશે   તું  જો  આવે  આ  દરવાજે, નારી તું નારાયણી

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

દિલની એક અંધારી બારીએ દઈ ગયું ટકોરા કોઈ,    
અચકાતાં ખોલી જોયું તો લાગ્યું મારું અજનબી કોઈ   
ખુલ્લી આંખે મળ્યું આંધળા અંધારાને ઈજન કોઈ   
ચુંદડી ખસી ને શરમથી ઝુકી ગઈ આંખોયે કોઈ   
દિલથી ઊંડો લીધો એણે જ્યાં શ્વાસ ભીનો કોઈ     
પંચમી મ્હોરી ઉઠી રૂંવે રૂંવે નવેલી વસંતની કોઈ   
મારામાં પરોવી એણે પાગલ દોર સંબંધની કોઈ   
એક હુંફાળી શાલ “રચના” થઈ વિંટળાઈ ગઈ કોઈ

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries