વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 68 guests and no members online

મદદ

 


 



રમુજ

આજ તો તું કોઈ બહુ આનંદમાં છો? તારાં લગ્ન થયાં કે શું?

ના, આજે છૂટાછેડા મળ્યા છે!

યાયાવર - જુન 2020

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
કાંકરાની જેમ ચાળી નાખશે,
આ અપેક્ષા તારી મારી નાખશે.

ઝંપલાવી દે તું એના નામ પર,
તૂંબડાને પણ એ તારી નાખશે.

વાઘ કાગળનો છે, ચાલે ક્યાં સુધી, 
એના લોકો એને ફાડી નાખશે.





				
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
દિવસે ક્ષિતિજની જેમ નજીક રહો છો અમારી નજરે
છતાં હ્રદયની દરેક ધડકન સ્પંદન તમારાં અનુભવે 
દિવસે ના મળી શકાય તેના રંજ નથી રહેતાં જરાયે
આપણાં મિલનના નિત્ય-ક્રમ સ્વપ્નમાં ચાલે છે રાતે  

નખ થી શિખા સુધી ચેતના મૌન રોમાંચ અનુભવતી
રક્તવાહિનીઓમાં વહેતી તમારી ખુમારી ધસમસતી  
પ્રાણ-શક્તિ મન-પ્રેમ દ્રષ્ટિ-સૌંદર્ય સંજીવની નવરસ 
નાદબ્રહ્મ સૂર-મધુર ભાવ-સંવેદન જગાડતી સરગમ 

રાઇટ ટર્ન ઓલવેઝ ટફ છતાંય અમને એ જ ગમતાં
લેફ્ટ ઇઝી ટર્ન લેનારા સહુને ટાટા બાય-બાય કરતાં
કોણ અમને શું કહેશે એની ફિકર ક્યારેય થતી નથી  
દર્પણમાં નજર મિલાવીએ ત્યારે પ્રમાણિત થતી હતી  

નિંદ્રાની અવસ્થાએ દેહ સ્થાન સમય જ્ઞાનથી બેભાન 
જાગૃત થતાં હું ને મારાં વ્યાપાર તન મનમાં સભાન 
નિંદ્રાથી જાગૃત ને પુનઃ નિંદ્રાની ક્ષણોનાં રહસ્ય ભારે 
મનોમંથન કરતાં એ લઘુ જીવન-મૃત્યુ સમાન ભાસે. 

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries