આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
વેદના છ મહત્વપૂર્ણ અંગો છે. 1) શિક્ષા , 2) કલ્પ , 3) નિરુક્ત, 4) વ્યાકરણ , 5) જ્યોતિષ અને જ રીતે 6) છંદ, કે જેનું મહત્વ બાકીનાં પાંચ અંગોથી ઓછું નથી. અને માટેજ છંદને વેદના ચરણ કહ્યા છે (છંદ પાદૌ તુ વેદસ્ય) . જેમ ચરણ વગર ચાલવું શક્ય નથી, એજ પ્રમાણે છંદ વગરની રચનાની ગતિ શક્ય નથી. જેમ જેમ છંદોનો વિકાસ થયો એમ એની સુરક્ષા માટે છંદ આચાર્યોએ છંદના નિયમો લખવાનો પ્રારંભ કર્યો.
બ્રાહ્મણ ગ્રંથોમાં છંદોના ઉલ્લેખ પછી શાંખાયન શ્રૉતસૂત્રમાં પ્રથમવાર છંદની શાસ્ત્રીય ચર્ચા જોવા મળે છે. આ ગ્રંથમાં ગાયત્રી, ઉષ્ણિક, અનુષ્ટુપ, બૃહતી, પંક્તિ, ત્રિષ્ટુપ અને જગતી નામના સાત છંદોનો ઉલ્લેખ મળે છે. છંદો ના આ નામ પહેલા ત્રિપદા, પુર:, કકુભ, વિરાટ, સત:, નિચૃત અને ભુરિક જેવા ઉપનામો સાથે કેટલાક છંદોની પાદ અને વર્ણની ગણતરી પણ મળે છે.
ત્યાર પછી પંતજલિનું નિદાનસૂત્ર, શૌનકનું ઋક્પ્રાતિશાખ્ય અને કાત્યાયનનું ઋક્સર્વાનુક્રમણીમાં ઉપરના સાત છંદ પર વિચાર મંથન કરેલું છે. કેટલાક છંદ શાસ્ત્રી/ પ્રવક્તાઓ જેમકે તાન્ડી, ક્રૌષ્ટુકિ, યાસ્ક, સૌતવ, કાશ્યપ, શાકલ્ય, રાત અને માંડવ્યના નામનો ઉલ્લેખ પિંગળ છંદ સૂત્રમાં મળે છે, પણ એમના દ્વારા તૈયાર થયેલા છંદ શાસ્ત્રના ગ્રંથ પ્રાપ્ત નથી.
-
એંજલ.Zazi.com © 2009 . All right reserved |
![]() |