આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
ક્ષણની કરવત જીવનું થડ વ્હેરવામાં વ્યસ્ત છે,
ભારઝલ્લી રાત આ મન ડહોળવામાં વ્યસ્ત છે.
શબ્દ ખુદ એક એક તાણા-વાણાં છુટા પાડીને ,
અર્થના લૂગડાંને ફાડી ખોલવામાં વ્યસ્ત છે.
યાદની બે-ચાર ખીંટી મન ભીંતે ખોડાઈ છે,
કંઇક ઘટના થઈને પહેરણ લટકવામાં વ્યસ્ત છે.
કોક જૂની એષણાનો આઇનો દીવાલ પર,
ખુદ થઇ પ્રતિબિંબ ખુદને ફોડવામાં વ્યસ્ત છે.
આંખ વિસ્ફારિત થઈ વિસ્મય જુએ છે ચોતરફ,
ને મતિ એ દ્રશ્યોને વિશ્લેષવામાં વ્યસ્ત છે.
કોઈ વીણા છેડતી હો તાર સૂર સંગીતના,
આપણે મન-રાગને છંછેડવામાં વ્યસ્ત છે.
ક્યાંક આડે હાથે અહીં ‘આનંદ’ને મુકી દઈ,
લોક ઘાંઘા થઇને એને ખોળવામાં વ્યસ્ત છે.
- અશોક જાની ‘આનંદ’
-
અજ્ઞાતZazi.com © 2009 . All right reserved |
Read more...