આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
જન્નત બને છે મદીના મદીના.
ખુદા અર્પી દે છે મદીના મદીના.
અધર પર ફરે છે મદીના મદીના.
હૃદયમાં રમે છે મદીના મદીના.
વસી છે નજરમાં બધી નુર મહેફિલ
નબીની જ્મીં છે મદીના મદીના.
કદમને જરા આ અદબથી ચલાવો,
ધરા પણ જપે છે મદીના મદીના.
જુઓ ત્યાં ઉભો છે મિનારો ને ગુંબદ,
હવે લબ વદે છે મદીના મદીના.
ગલીઓ સુહાની મહેકે ગુલો સમ,
નગર એ બને છે મદીના મદીના.
સલામો કરો અર્જ નબીજીને રોઝે,
કરમની ફળી છે મદીના મદીના.
નમાઝો ,સલામો, સલાતો ,પ્રશસ્તિ
તકો સૌ ધરે છે મદીના મદીના.
‘વફા’ દર્દ નો પાલવ જઈ પ્રસારે
હિદાયત ધરે છે મદીના મદીના.
લબ=હોઠ
હિદાયત=સત્ય પ્રતિનું માર્ગ દર્શન
-
ગુરુ રામદાસZazi.com © 2009 . All right reserved |
Read more...