આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
થોડી ઘણી પરખાય ત્યાં સુધી,
બસ વારતા વરતાય ત્યાં સુધી.
આંખો મને લાગે બનાવટી,
શબ્દો બધા તરડાય ત્યાં સુધી.
મન, લાગણીનું છીછરાપણું,
છાલક બની ખરડાય ત્યાં સુધી.
બાળક બની રમતો રહે પિતા,
પુત્રને રમત સમજાય ત્યાં સુધી.
ગળપણ કદી ફાવે નહીં મને,
ને બોલવું અકળાય ત્યાં સુધી. .....ચિરાગ ઝા “ઝાઝી”
-
કવિ ન્હાનાલાલZazi.com © 2009 . All right reserved |
Read more...