આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
હિસાબો કર બધા સરભર, તુ મારા સંગ પલાંઠીને,
પૂરો ખાલી થયેલો છું, બધું તુજ પર લુંટાવીને.
હતા એ સૌ ધરી દીધા, મુહોબ્બતના પૂરાવાઓ,
હવે તુ કેમ અકળાવે?, વધુ આધાર માંગીને.
કે આંખો બંધ રાખી ભૈ, કદી ના પ્રેમમાં પડશો,
થયો છું જર્જરીત હું આંધળો વિશ્વાસ રાખીને.
આ જીવન એકતરફી પ્રેમમાં કેવું ગળાડૂબ છે!!!,
હું જીવિત છું હજીએ પણ, પળેપળ શ્વાસ ત્યાગીને.
અહમની બેડીઓ તોડી, ઉઘાડો દ્વાર વાસેલા,
ઉપેક્ષિત આંખ થાકી છે, તિરાડોમાંથી ઝાંખીને.
-મુબારક ઘોડીવાલા ‘દર્દ ટંકારવી’
# છંદ=હજઝ ૨૮
લગાગાગા
-
કવિ કાલીદાસ.Zazi.com © 2009 . All right reserved |
Comments