વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 229 guests and no members online

મદદ

 


 



રમુજ

તમારા પતિ તો તંદુરસ્ત હતા, એકાએક?

હા, એવું બન્યું કે અમે સૌ જમવા બેઠા હતા, ત્યાં અચાનક એને મરચાં યાદ આવ્યા. પાછળની વાડીમાં તે મરચાં તોડવા ગયા, ત્યાં તેને સર્પ કરડયો.

હેં પછી તમે શું કર્યુ?

મરચાં વિના ચલાવ્યું, બીજું શું થાય?

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 

"લઈને ...... અગિયારમી દિશા"માંથી

આજે અને અંતે શ્રી અનંત રાઠોડ 'અનંત'ની દસેય ગઝલના મારી દૃષ્ટિએ "હાસિલ -એ -ગઝલશેર" પ્રસ્તુત કરુ છું ("લઈને ...... અગિયારમી દિશા"ને લગતી મારી દરેક પોસ્ટને ભાવ-પ્રતિભાવ આપવા બદલ સૌ ભાવકોનો આભારી છું.)
(૧)
બહુ મોટી થતી એ જાય છે દિવસે ને દિવસે તો,
વ્યથાને કોઈ ઠેકાણે હવે પરણાવવી પડશે.
(૨)
કદી પલળી ગયાં છે તો કદી દાઝી ગયેલાં છે,
નથી હું જાણતો કે ટેરવાં કોને અડેલાં છે.
(૩)
તસવીરને જોતી રહી વરસી ગયેલી આંખ,
તસવીરમાંની એક નદી નાસી ગયેલ છે.
(૪)
તું જઈ અને કરી દે પ્રથમ કેદ સૂર્યને,
એના પછી કરીશું એ તાપણાનું ખૂન.
(૫)
દરરોજ એ વળાંક પર ઊભી રહે છે આંખ,
શાનો હશે અભાવ મારી જાણ બ્હાર છે.

(૬)
છણ્યો હતો તે કેટલા વિભાગમાં મને 'અનંત',
અસર છે એની કે કોઈ પ્રકારનો નથી રહ્યો.
(૭)
આ મૌનને હવે કહો આપું કઈ સજા,
મેં કંઈ નથી કર્યું રજૂ, જાહેર થઈ ગયું.
(૮)
ગૂજ્યા કરે મહેલમાં પગરવ હજુ 'અનંત',
અંદર પ્રવેશ્યું કોણ, એ ઝાંપાથી ગુપ્ત છે.
(૯)
લોહીલુહાણ થઈ ગ્યા મારા બધાય પ્રશ્નો,
એક મૌનના નગરમાં ઉત્તર સુધી ગયો'તો.
(૧૦)
વ્યથા, ઉદાસી ને તરસ,ત્રણેય લોક છે મળ્યાં,
બતાવ આટલોય ક્યાં શ્રીમંત કોઈ અન્ય છે ?
- અનંત રાઠોડ 'અનંત'

 

 

 

Comments  

Anant Rathod
+1 # Anant Rathod 2013-07-10 07:48
Thanq u very much
Zazi.com © 2009 . All right reserved