વિભાગ

સુચના

આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.

જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)

અતિથી દેવો ભવ:

We have 77 guests and no members online

મદદ

 


 



રમુજ

મગન :આજે કઇ તારીખ છે, છગન?

છગન :મને ખબર નથી દોસ્ત.

મગન :પણ તારા હાથમાં અખબાર છે. એમાં જોઈને કહે ને કે કઈ તારીખ છે?

છગન :અખબાર તો છે પણ આજનું નથી. એ તો ગઈકાલનું છે.

જુન - 2013

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

"લઈને ...... અગિયારમી દિશા"માંથી
આજે શ્રી મોહસીન મીરની દસેય ગઝલના મારી દૃષ્ટિએ "હાસિલ -એ -ગઝલશેર" પ્રસ્તુત કરુ છુ.

(૧)
આમ તો કેવળ ખરેલું પાન છું
એક ઝરણું આગળ લઈ ગયું મને.

(૨)
ભમરાની લાગણીના ફૂરચા ઉડી ગયા,
ફૂલોયે જોને કેવું બેફામ બોલે છે.

(૩)
વિધવા જ મૂલ જાણતી રંગોળીનું ખરું,
એથી જ ભાત રોઈને ભીની કરી લીધી.

(૪)
એક છેડે હર્ષ ને બીજી તરફ સંઘર્ષ છે,
બેઉની વચ્ચે લટકતી લાશ જેવો પ્રેમ છે.

(૫)
એના મરકતા હોઠ પર જાઓ ન દોસ્તો,
હૈયે ઘણાયે ઘાવ છે અલ્લાહ બચાવીલો.

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive

ઊઘડી ગગન બારી
ઝરમર મેહ
ને
થઈ સુવાસીત અવનીની કાયા.
આજે નહી ક્ષીતીજના  બંધન
રે
મલ્યા ધરતીને વાદળ કાળા.
ને
કિધા એણે શણગાર સારા.
સજીને થયી હરિયાળી અવનીની કાયા.
રે,
આ તો છે વર્ષાની માયા.

પ્રસાદ આર. માહુલિકર
મણીનગર, અમદાવાદ

 

Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive


કમખે ખોસી ઓઢણી ને ચોટલે ગુંથઈ વેણી;
પગમાં મોજડી પાયલ સંગે ગાગર લઈ ગઈ પનધટે;
ઘડી-બેઘડી આવ્યા 'એ જી' .........!

સહિયરું પજવે ચુંટી ને સાહ્યબો રિઝવશે લુંટી ને;
ખુલ્લી આંખે ટાંગુ ડાંગ ને ડગલી લઈ ખીંટીએ ;
આવી પાછી વળગી પડે ઝગમગ થરથર ચુંદડીએ;
જીદ કરીને બાંધ્યા કેશ તોય લટો કરતી તંગ;

Zazi.com © 2009 . All right reserved feed-image Feed Entries