આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
વસંતની ચમનમાં અઝાં થઈ રહી છે
હવે ડાળખીઓ જવાં થઈ રહી છે
બરફના પહેરણ હવેતો ફગાવો
ગરમ આ હ્ર્દયની ધરા થઈ રહી છે
બધા પાંદડા પર વહેછે જવાની
નસેનસ ગુલોની શમાં થઈ રહી છે
છાતીને એ, ખોખું કે’છે!.
કાલે ખોલી, જોશું કે’છે!.
કોઈ બોલ્યું ધીમે ધીમે,
છાનું માનું રોયું કે’છે.
મળશે કોઈ, વનરાવનમાં,
કોને કોને, ગોતું કે’છે!.
નટખટ નાચે રાધા સંગે,
તારાઓનું, ટોળું કે’છે!
જ્યારે જ્યારે મળવા આવે!,
છાતી પર શું દોરું કે’છે!.
-
રવીન્દ્રનાથ ટાગોરZazi.com © 2009 . All right reserved | Feed Entries |