આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
માનવ તણી આંખમાં જો કૈં દયા મળશે નહીં.
આ નગરના બાગમાં તાજી હવા મળશે નહીં.
જો બધા આંગણ હશે રંગીન માનવ રક્ત થી,
પ્રેમનાં રાગો તણી કોઈ સદા મળશે નહીં.
વેદનાનો ભાર લૈ ભટકી રહી ઇન્સાનિયત,
છે બધા શાહી તબીબ કોઈ દવા મળશે નહીં.
જે હતું થોડું ઘણું લૂંટી ગયા એ તેલ પણ ,
રાત છે આ ઘોર અંધારી શમા મળશે નહીં.
એ વસેલો છે સદા સાચા હ્રદયની ઓથમાં,
શોધનારાને કિતાબોમાં ખુદા મળશે નહીં.
સાગરો જાશે વહી અહિથી બધાયે પેયના,
પ્યાસથી ઘેરાયલા હોઠે સુરા મળશે નહીં.
મંદિરો ને મસ્જિદોને તોડશું જો આપણે,
ઘંટનાદો ના થશે અહિયાં અઝાં મળશે નહીં.
જેમના હાથો મહીં દીધા હતા દિલનાં રતન
હા વફા બસ એમની પાસે વફા મળશે નહીં.
-મુહમ્મદઅલી વફા , બ્રામ્પટન, કેનેડા
-
કવિ કલાપીZazi.com © 2009 . All right reserved |
Comments