આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
બાપના હ્રદયમાં એક મહત્વનું સ્થાન દિકરી
જાણે ઈશ્વરનું અણમોલ વરદાન દિકરી
કરો જેટલું એટલું જ વધે વ્હાલ ને
મા-બાપના દિકમાં થઈ રહેતી જાન દિકરી
પરિવારનું છે માન-સન્માન તો વળી
પિતા માટે છે તેમનું ગુમાન દિકરી
ભાગ્યશાળી છે તે જેને ત્યાં છે દિકરી
અવતરી લકક્ષ્મી રૂપે વધારે ઘરની શાન દિકરી
એમ જ નથી કે’તા લોકો તેને કાળજાનો કટકો!
હસતા મોંએ બાપ આપે છે શ્રેષ્ઠ દાન દિકરી
નરેશ આચાર્ય – “આત્મા”
-
ભગવાન બુધ્ધ.Zazi.com © 2009 . All right reserved |
Comments