આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
સુખ તો ઉછાંછળું નિતાંત મળ્યું,
ભાગ્યમાં દુ:ખ પીઢ ને શાંત મળ્યું,
કોરી ધાકોડ રહી આંખ અને --,
ભીતરે જીવતરનું એકાંત મળ્યું,
ક્ષણ બે ક્ષણનો જ હતો સાથ છતાં,
જીવવાનું બળ આમરણાંત મળ્યું,
સેંકડો સગપણો ફંફોસ્યા પછી,
ખાલી ગજવાં સમું એકાંત મળ્યું,
શુષ્કતાથી હતો નાતો, વળી ત્યાં –
આ રખોપું રણનું ઉપરાંત મળ્યું,
કિંજલ્ક વૈદ્ય
-
કવિ નાનાલાલZazi.com © 2009 . All right reserved |
Read more...