આજે ગુજરાત દિવસના પાવન અવસર પર આપને જણાવતા આનંદ થાય છે કે ઝાઝી.કોમ હવે યુનીકોડ ફોન્ટ માં ઉપલબ્ધ છે.
જુના વેબપેજ માટે અહીં કલીલ કરો….. (હિતાથૅ ફોન્ટ હોવા જરુરી છે.)
કોઇપણ કારણ વિના ચાલો મળીને જોઇએ,
દૂધમાં સાકર ભળે એમજ ભળીને જોઇએ.
જિન્દગાનીમાં કશે નફરત સમું દેખાય છે,
ચલ પ્રણયમાં આપણે પણ ઓગળીને જોઇએ.
સૂર્ય સળગીને જગત પર રાજ કરતો હોય છે,
આપણે પણ મીણ માફક પીગળીને જોઇએ.
સ્હેજ અજવાળું, જરા અંધાર શી રીતે થતું?,
તારલા આકાશના થઇ ઝળહળીને જોઇએ.
ચાલવામાં ક્યાંક તો રસ્તો ભૂલ્યો “પથિક”,
ચાલને થોડાક તો પાછા વળીને જોઇએ
(ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા)
-જૈમિન ઠક્કર “પથિક” - વડોદરા, ગુજરાત
-
વિનોબા ભાવેZazi.com © 2009 . All right reserved |
Read more...